25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

વાતાવરણમાં ફેરફારને કારણે થતી ગળાની ખારાશની સમસ્યાથી આ રીતે છૂટકારો મેળવો.

બદલાતા મોસમની અસર આપણા સ્વાસ્થ્ય પર પણ પડે છે. વાતાવરણ બદલાતાં ગળામાં ખારાશ અથવા અવાજ બેસી જવાની ફરિયાદ સાંભળવામાં આવે છે. ગળુ ખરાબ થવાનો અર્થ મોટાભાગે ગળામાં દુખાવો થવો અથવા ગળામાં કફ જમા થવો અને અવાજમાં ફેરફાર થઇ શકે છે. એટલા માટે ગળાની ખરાશ થવાના શરૂઆતથી જ તેના પર ધ્યાન આપવું જોઇએ. ક

મીઠાવાળુ પાણી, હર્બલ ટી, હળદરવાળુ દૂધ, મધ, ગળાની ખારાશ
કેટલાક ઘરેલૂ ઉપચારથી શરદીની સાથે ગળામાં દુખાવા અને ખારાશમાંપણ રાહત મળે છે.
બદલાતા મોસમની અસર આપણા સ્વાસ્થ્ય પર પણ પડે છે. વાતાવરણ બદલાતાં ગળામાં ખારાશ અથવા અવાજ બેસી જવાની ફરિયાદ સાંભળવામાં આવે છે. ગળુ ખરાબ થવાનો અર્થ મોટાભાગે ગળામાં દુખાવો થવો અથવા ગળામાં કફ જમા થવો અને અવાજમાં ફેરફાર થઇ શકે છે. એટલા માટે ગળાની ખરાશ થવાના શરૂઆતથી જ તેના પર ધ્યાન આપવું જોઇએ. કેટલાક ઘરેલૂ ઉપચારથી શરદીની સાથે ગળામાં દુખાવો અને ખરાશમાં પણ રાહત મેળવી શકો છો. 

મીઠાવાળુ પાણી
મીઠાવાળા પાણીથી કોગળા કરવાથી ગળાનો દુખાવો અને ખારાશમાં ખૂબ જ આરામ મળે છે. મીઠામાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ મળી આવે છે. એટલા માટે આ કફ સાફ કરવામાં અસરકારક હોય છે. હુફાળા પાણીમાં મીઠુ નાંખીને કોગળા કરવા જોઇએ. તેનાથી તમારા ગળાને રાહત મળે છે. ગળાના દુખાવા અને ખારાશમાં પણ રાહત મળે છે. યોગ્ય લાભ માટે દિવસમાં બે ત્રણવાર કોગળા કરી શકો છો. 

મધ 
ગળા માટે મધ રામબાણ કામ કરે છે. ગળામાં ખરાશ અથવા ખાંસી થવા પર આદુ, મધ અને લીંબૂના રસને પાણીમાં નાંખીને કાઢો બનાઓ. આ કાઢાને પીવાથી તમારા ગળાનો સોજો, ખારાશ અને ખાંસીમાં આરામ મળશે. 

હળદરવાળુ દૂધ
હળદરને શરદી-ખાંસીમાં ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. શરદી ખાંસીથી થતાં ગળાના દુખાવા અને ખરાશને દૂર કરવા માટે હળદરવાળુ દૂધ લો. તેનાથી તમને ખાંસી અને ખરાશની સમસ્યામાં રાહત મળશે. 

હર્બલ ટી
ગળામાં પરેશાની થવા પર તમે ઘરે જ હર્બલ ટી બનાવીને તેનું સેવન કરી શકો છો. તેના માટે બે ટુકડા તજ, થોડાંક તુલસીનાં પાંદડાં અને નાનકડો આદુનો ટુકડો લઇને લગભગ એક કપ પાણીમાં સારી રીતે ઉકાળો અને ઘૂંટ-ઘૂંટ કરીને તેનું સેવન કરો. તેનાથી તમને ગળાના દુખાવાથી રાહત મળશે.

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments