25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

વરિયાળીનું પાણી પીવાથી થશે આ પાંચ ફાયદા…

ખાવામાં મસાલા તરીકે વરિયાળીનો ખુબ ઉપયોગ કરવામાં આવે છે. મોટાભાગે લોકો વરિયાળીને માઉથ ફ્રેશનર તરીકે વાપરે છે. વરિયાળી ચાવવાથી મોઢાની દુર્ગંધ દૂર થાય છે પણ તેના બીજા ઘણા ફાયદા છે. વરિયાળી ઔષધિ ગુણથી ભરપૂર છે. તેને જમ્યા પછી ખાવાથી ભોજન પચવામાં આસાની રહે છે. વરિયાળીનું પાણી પીવાથી વરિયા

ખાવામાં મસાલા તરીકે વરિયાળીનો ખુબ ઉપયોગ કરવામાં આવે છે. મોટાભાગે લોકો વરિયાળીને માઉથ ફ્રેશનર તરીકે વાપરે છે. વરિયાળી ચાવવાથી મોઢાની દુર્ગંધ દૂર થાય છે પણ તેના બીજા ઘણા ફાયદા છે. વરિયાળી ઔષધિ ગુણથી ભરપૂર છે. તેને જમ્યા પછી ખાવાથી ભોજન પચવામાં આસાની રહે છે. વરિયાળીનું પાણી પીવાથી વરિયાળી ચાવવા કરતા પણ વધારે ફાયદા મળે છે. જે તમને બીજા ઘણા ફાયદા કરાવી શકે છે.


1). વરિયાળીના પાણીમાં પોષકતત્વો ભરપૂર માત્રામાં હોય છે. તેના સેવનથી કબજિયાત, એસીડીટી, ગેસની સમસ્યા, ગભરામણ થવી, ઉલટી જેવી સમસ્યામાંથી રાહત મળે છે.

2). સવારે ખાલી પેટે વરિયાળીના પાણીનું સેવન કરવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. તે મેટાબોલિઝમ વધારે છે, જે ચરબી ઘટાડવામાં મદદ કરે છે. તેના માટે આખી રાત વરિયાળી પાણીમાં પલાળી રાખો અને સવારે તેનું સેવન કરો.

3). દર મહિને છોકરીઓને માસિકસ્ત્રાવની સમસ્યામાંથી પસાર થવું પડે છે પણ તેના માટે દર વખતે દવાઓનું સેવન યોગ્ય નથી. વરિયાળીનું પાણી પીવાથી પેઢામાં થતા દુઃખાવા અને ઉલ્ટીની સમસ્યામાં રાહત મળે છે.

4). બાંગ્લાદેશમાં થયેલા અભ્યાસ પ્રમાણે વરિયાળીના પાણીનું નિશ્ચિત સેવન દવાઓની સરખામણીમાં પણ બ્લડ સુગર નિયંત્રણ કરવામાં મદદ કરે છે.

5). વરિયાળીનું પાણી મૂત્રવર્ધક હોય છે. તેમાં ફાઈબર પણ સારી માત્રામાં જોવા મળે છે. તેનાથી શરીરના વિષાક્ત પદાર્થ બહાર નીકળી જાય છે અને શરીરની ગંદકી અને લોહી સાફ થાય છે.


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments