કપિલ દેવને હાર્ટ-અટેક:1983 ક્રિકેટ વર્લ્ડ કપ વિજેતા કેપ્ટનને છાતીમાં દુખાવાની ફરિયાદ પછી હોસ્પિટલમાં દાખલ કરાયા.
ભારતીય ક્રિકેટ ટીમને પહેલો વર્લ્ડ કપ અપાવનાર પૂર્વ કેપ્ટન કપિલ દેવને હાર્ટ-અટેક આવ્યો છે. મીડિયા રિપોટ્સ મુજબ, છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ શુક્રવારે તેમને દિલ્હીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. હાર્ટમાં બ્લોકેજને કારણે કપિલ દેવની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે.ડોકટર્સે આપે
કપિલ દેવે 131 ટેસ્ટમાં 5,248 અને 225 વનડેમાં 3,783 રન બનાવ્યા છે. તેમણે ટેસ્ટમાં 343 અને વન-ડેમાં 253 વિકેટ મેળવી છે.
ભારતીય ક્રિકેટ ટીમને પહેલો વર્લ્ડ કપ અપાવનાર પૂર્વ કેપ્ટન કપિલ દેવને હાર્ટ-અટેક આવ્યો છે. મીડિયા રિપોટ્સ મુજબ, છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ શુક્રવારે તેમને દિલ્હીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. હાર્ટમાં બ્લોકેજને કારણે કપિલ દેવની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે.
ડોકટર્સે આપેલી માહિતી મુજબ, કપિલ દેવની સ્થિતિ હાલ સ્થિર છે. તેઓ ખતરાથી બહાર છે. હાર્ટ-અટેકના સમાચાર સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર હર્ષા ભોગલે અને આકાશ ચોપડા સહિત અનેક ફેન્સે તેઓ જલદીથી સ્વસ્થ થઈ જાય એવી પ્રાર્થના કરી છે.
પૂર્વ લેજન્ડ ઓલરાઉન્ડર કપિલની કેપ્ટનશિપમાં ભારતે 1983માં પહેલી વખત વનડે વર્લ્ડ કપ જીત્યો હતો. કપિલે 131 ટેસ્ટમાં 5,248 રન અને 225 વનડેમાં 3,783 રન બનાવ્યા છે. તેમણે ટેસ્ટમાં 343 અને વનડેમાં 253 વિકેટ પણ પોતાના નામે કરી છે.
કપિલ દેવે 1 ઓક્ટોબર 1978ના રોજ પાકિસ્તાન વિરુદ્ધ ક્વેટામાં વનડે રમી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. તેમણે પહેલી ટેસ્ટ 1878માં જ 16 ઓક્ટોબરે પાકિસ્તાન વિરુદ્ધ ફૈસલાબાદમાં રમ્યા હતા. કપિલે 1994માં ક્રિકેટમાંથી સન્યાસ લીધો. તેમણે અંતિમ વનડે મેચ વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ ફરીદાબાદમાં રમી હતી.
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com