25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

દેશમાં દંપતિઓ દ્વારા દત્તક લેવાતા બાળકોમાં દીકરીઓની સંખ્યા વધી ગઈ.

સરકારે તાજેતરમાં જાહેર કરેલા આંકડા પ્રમાણે એપ્રિલ 2019 થી માર્ચ 2020 સુધીના એક વર્ષના સમયગાળામાં દત્તક લેવાયેલા શિશુઓમાં બાળકીઓની સંખ્યા વધારે છે.આ સમયગાળા દરમિયાન 3531 બાળકોને દત્તક લેવાયા હતા અને તેમાં 2061 દીકરીઓ હતી.કેન્દ્ર સરકારના આંકડા પ્રમાણે તમામ રાજ્યોમાં સૌથી વધારે મહારાષ્ટ્રમાં

બાળકીઓને લઈને દેશના લોકોની વિચાર સરણીમાં આવી રહેલો બદલાવ દેખાઈ રહ્યો છે.
સરકારે તાજેતરમાં જાહેર કરેલા આંકડા પ્રમાણે એપ્રિલ 2019 થી માર્ચ 2020 સુધીના એક વર્ષના સમયગાળામાં દત્તક લેવાયેલા શિશુઓમાં બાળકીઓની સંખ્યા વધારે છે.આ સમયગાળા દરમિયાન 3531 બાળકોને દત્તક લેવાયા હતા અને તેમાં 2061 દીકરીઓ હતી.

કેન્દ્ર સરકારના આંકડા પ્રમાણે તમામ રાજ્યોમાં સૌથી વધારે મહારાષ્ટ્રમાં બાળકોને દત્તક લેવાયા છે.સરકારના એક અધિકારીનુ કહેવુ છે કે, લોકોની માનસિકતા બદલાઈ રહી છે.હવે દંપતિઓ દીકરીઓને દત્તક લેવામાં વધારે રસ દાખવે છે.અમે દંપતિઓને ત્રણ વિકલ્પ આપીએ છએ.જેમાં લોકો બાળકીઓને દત્તક લેવાના વિકલ્પને પ્રાથમિકતા આપવા માંડ્યા છે.

જોકે સામાજીક સંસ્થા સેન્ટર ફોર એડવોકસી એન્ડ રિસર્ચનુ કહેવુ છે કે, દત્તક લેવા માટે ઉપલબ્ધ બાળકોમાં દીકરીઓી સંખ્યા વધારે હોય છે એટલે સમાજની માનસિકતા બદલાઈ રહી છે તેવુ કહેવુ જરા વધારે પડતુ છે.બહુ પરિવારો એવા છે જેમાં દીકરાઓને જ પ્રાધાન્ય અપાય છે અને બાળક જન્મ તે પહેલા ગર્ભચકાસણી કરાય છે અને હજી પણ ગર્ભમાં દીકરી હોય તો ગર્ભપાત કરાવતા દંપતિઓ પણ છે.કેટલાક લોકો બાળકી પેદા થાય તો ત્યજી પણ દે છે.

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments