25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

ડ્રગ કેસમાં NCBએ ભારતી સિંહના પતિ હર્ષ લિંબાચિયાની પણ કરી ધરપકડ.

હાસ્ય કલાકાર ભારતી સિંહના પતિ હર્ષ લિંબાચિયાની પણ એનસીબીએ રવિવારે ધરપકડ કરી લીધી છે. ભારતી સિંહના પતિ હર્ષની NCB ઝોનલ ઓફિસમાં સમગ્ર રાત પૂછપરછ કરવામાં આવી.મુંબઈમા ભારતી સિંહને આજે NDPS કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ભારતી સિંહને પહેલા મેડીકલ માટે લઈ જવામાં આવશે, તે બાદ તેમને સીધા કોર્ટમાં લઈ

ભારતી સિંહ, NCB, હર્ષ લિંબાચિયા, ધરપકડ, ગાંજો
શનિવારે મુંબઈમાં NCBએ કોમેડિયન ભારતી સિંહની ધરપકડ કરી.
હાસ્ય કલાકાર ભારતી સિંહના પતિ હર્ષ લિંબાચિયાની પણ એનસીબીએ રવિવારે ધરપકડ કરી લીધી છે. ભારતી સિંહના પતિ હર્ષની NCB ઝોનલ ઓફિસમાં સમગ્ર રાત પૂછપરછ કરવામાં આવી.

મુંબઈમા ભારતી સિંહને આજે NDPS કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ભારતી સિંહને પહેલા મેડીકલ માટે લઈ જવામાં આવશે, તે બાદ તેમને સીધા કોર્ટમાં લઈ જવાશે.

ડ્રગ્સ મામલે NCB સતત શિકંજો કસતી જોવા મળી રહી છે. શનિવારે મુંબઈમાં NCBએ કોમેડિયન ભારતી સિંહની ધરપકડ કરી. NCB ભારતી અને હર્ષના મેનેજર અને નોકરની પુછપરછ કરી રહી છે. બંન્નેએ જ્યાંથી ડ્રગ્સ મંગાવ્યું હતું તે સોર્સની જાણકારી પણ NCBએ મેળવી લીધી છે.

શનિવારે NCBએ મુંબઈમાં ત્રણ જગ્યાએ દરોડા પાડ્યા જેમાં ભારતી સિંહ અને તેના પતિના ઘરે પણ દરોડા પડ્યા હતા. જે બાદ ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાને NCBએ સમન્સ આપ્યું હતું. હવે ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.

21 નવેમ્બરે NCBએ ખાર દાંડા વિસ્તારમાં દરોડા પાડ્યા અને LSD, ગાંજો(40 ગ્રામ) સહિત ઘણાં ડ્રગ્સ સાથે 21 વર્ષના એક તસ્કરને ઝડપ્યો છે. જે બાદ NCBએ શનિવારે જ અન્ય બે સ્થળોએ દરોડા પાડ્યા, જેમાં કોમેડિયન ભારતી સિંહના પ્રોડક્શન ઓફિસ અને ઘર બંન્ને જગ્યાએથી 86.5 ગ્રામ ગાંજો જપ્ત કર્યો. NCBનો દાવો છે કે ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયા બંન્નેએ ગાંજાના સેવનની વાત સ્વીકારી છે. ભારતી સિંહની NDPS એક્ટ 1986ની જોગવાઈ હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments