25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

અમદાવાદમા બીજા દિવસે રસ્તાઓ સુમસામ, સંક્રમણ રોકવા લોક જાગૃતિ જરૂરી બની.

અમદાવાદ શહેરમાં કોરોના વધતા જતા સંક્રમણને લઇને આપવામાં આવેલા 57 કલાકના કરફ્યુનો આજે બીજો દિવસ છે. અમદાવાદના જમાલપુર શાકમાર્કેટ શહેરનું સૌથી મોટું હોલસેલ અને રિટેઈલ શાકમાર્કેટ છે. અહીં લોકો વહેલી સવારમાં અમદાવાદમાંથી શાકભાજીની ખરીદી કરવા માટે આવતા હોય છે. આ વિસ્તારમાં વહેલી સવારે ટ

અમદાવાદ, શહેર, કરફ્યુ, વિસ્તાર, સંક્રમણ
લોકો વહેલી સવારમાં અમદાવાદમાંથી શાકભાજીની ખરીદી કરવા માટે આવતા હોય છે.
અમદાવાદ શહેરમાં કોરોના વધતા જતા સંક્રમણને લઇને આપવામાં આવેલા 57 કલાકના કરફ્યુનો આજે બીજો દિવસ છે. અમદાવાદના જમાલપુર શાકમાર્કેટ શહેરનું સૌથી મોટું હોલસેલ અને રિટેઈલ શાકમાર્કેટ છે. અહીં લોકો વહેલી સવારમાં અમદાવાદમાંથી શાકભાજીની ખરીદી કરવા માટે આવતા હોય છે. 

આ વિસ્તારમાં વહેલી સવારે ટ્રાફિક જામ અને લોકોની ભીડના દ્રશ્યો નજરે પડતા હોય છે. ત્યારે આજે બીજા દિવસે રોડ સાવ ખાલી જોવા મળી રહ્યા છે. બીજી તરફ એક પણ શાકભાજીની દુકાન ખુલ્લી ન હતી. 

જોકે કરફ્યૂનું ચુસ્તપણે પાલન થાય તે માટે સતત આ વિસ્તારમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે જ કોર્પોરેશનની દબાણની ગાડી પણ સતત ફરતી રહે છે.

શિયાળાની સવારમાં અમદાવાદ રિવરફ્રન્ટ પર લોકોની ભારે ભીડ જોવા મળતી હોય છે. મોર્નિંગ વોક કરવા અને સાઇકલિંગ કરવા લોકો સવારથી ઉમટી પડતા હોય છે પરંતુ આજે કરફ્યૂના બીજા દિવસે કશું જ ના થયું. બીજા દિવસે રિવરફ્રન્ટ સાવ ખાલી જોવા મળી રહ્યો છે.

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments