25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

પંચમહાલ: શહેરા સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા અનોખો પ્રયોગ,ભવાઈ કાર્યક્રમ થકી મતદારયાદીમાં નામ નોધણી કરાવા અનુરોધ

શહેરા, પંચમહાલ જીલ્લાનાં શહેરા મામલતદાર કચેરી દ્વારા મતદારયાદીમાં લોકો પોતાનુ નામ રહી ના જાય તે હેતુથી એક ઝૂંબેશના ભાગરુપે લોકકલાકારોની મદદથી મતદાર યાદીમાં પોતાનુ નામ નોધાવા માટે અનોખો પ્રયોગ હાથ ધરવામા આવ્યો છે.જેમા ભવાઇકળા દ્વારા રંગલો રંગલીના પાત્રો તેમજ લોકકલાકારો થકી શહેરા


શહેરા,

પંચમહાલ જીલ્લાનાં શહેરા મામલતદાર કચેરી દ્વારા મતદારયાદીમાં લોકો પોતાનુ નામ રહી ના જાય તે હેતુથી એક ઝૂંબેશના ભાગરુપે લોકકલાકારોની મદદથી મતદાર યાદીમાં પોતાનુ નામ નોધાવા માટે અનોખો પ્રયોગ હાથ ધરવામા આવ્યો છે.જેમા ભવાઇકળા દ્વારા રંગલો રંગલીના પાત્રો તેમજ લોકકલાકારો થકી શહેરાનગર તેમજ ગ્રામીણ વિસ્તારના લોકોને મતદારયાદીમા પોતાનુ નામ નોધાવાની,ભૂલચુક હોય તો સૂધારવાની,નવા નામોની નોંધણી કરવાની સહિતના કામગીરી કરવાનો અનૂરોધ કરવામાં આવ્યો હતો.

ગુજરાતમાં આવનારા સમયમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂટણીઓની શકયતાઓ દેખાઇ રહી છે.મતદાન કરવુ એ આપણી ફરજ છે.તેનાથી આપણે લોકશાહીના પાયાને મજબુત કરી શકીએ છે.પણ તેના માટે મતદાર યાદીમાં નામ હોવૂ જરુરી છે.
પંચમહાલ જીલ્લામાં મતદાર યાદી સૂધારણા કાર્યક્રમ શરુ કરવામા આવ્યો છે.જેના ભાગરુપે ૯-૧૧-૨૦ થી૧૫-૧૨-૨૦ સુધી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.લોકોમાં મતદાનને લઇને વધુમા વધુ જાગૃતિ આવે તે હેતુથી શહેરા મામલતદાર કચેરી દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામા આવ્યો છે.જેમા લોક કલાકારો થકી જાગૃતિ આવે તે હેતુથી ભવાઈનો કાર્યક્રમ બતાવીને મતદારયાદીમા નામ નોધણી કરવા માટે અનુરોધ કરવામા આવ્યો હતો,લોકકલાકાર જગદીશભાઈ બારોટ અને તેમની ટીમ દ્વારા મતદાનમાં નામ નોધણીના મહત્વને સમજાવામા આવ્યુ હતૂ.શહેરા ખાતે આવેલા પોલીસ ચોકી પાસે ભવાઇ દ્વારા લોકોને મતદાન નામ નોધણીના મહત્વને સમજાવામાં આવ્યુ હતુ.રંગલો રંગલીના વેશે લોકોમાં આકર્ષણ જમાવ્યુ હતૂ.બજારમા આવેલા લોકોએ પણ રંગલા રંગલીના કાર્યક્રમને માણ્યો હતો.


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments