25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

ગોધરા: મહારાણા પ્રતાપ અને સ્વામી વિવેકાનંદની પ્રતિમાનું અનાવરણ કરવામા આવ્યૂ.

ગોધરા,     પંચમહાલ જિલ્લામાં પાટનગર ગોધરા ખાતે દેશના મહાનાયક મહારાણા પ્રતાપ અને સ્વામી વિવેકાનંદની નવનિર્મિત પ્રતિમાનું ગોધરાના ધારાસભ્ય શ્રી સી.કે.રાઉલજીના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું. ગોધરા નગરપાલિકા દ્વારા નિર્મિત આ પ્રતિમાઓના અનાવરણ પ્રસંગે ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું

ગોધરા,

    પંચમહાલ જિલ્લામાં પાટનગર ગોધરા ખાતે દેશના મહાનાયક મહારાણા પ્રતાપ અને સ્વામી વિવેકાનંદની નવનિર્મિત પ્રતિમાનું ગોધરાના ધારાસભ્ય શ્રી સી.કે.રાઉલજીના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું. ગોધરા નગરપાલિકા દ્વારા નિર્મિત આ પ્રતિમાઓના અનાવરણ પ્રસંગે ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે દેશના ઘડતરમાં અને યુવાનોને પ્રેરણા આપવામાં આ બે મહાપુરુષોનું યોગદાન અમૂલ્ય રહ્યું છે. આવા મહાપુરુષોની પ્રતિમાઓ સ્થપાય તો જે-તે વિસ્તારના યુવાનો-લોકો માટે સતત હકારાત્મક-પ્રેરણાદાયી બની રહે છે. આવા મહાપુરુષોને એક આદર અંજલિ આપવાના પ્રયાસના ભાગરૂપે તેમજ તેમના જીવનમાંથી પ્રેરણા લઈ તેઓ પણ રાષ્ટ્ર કાજે, સમાજ કાજે સમર્પિત અને સક્રિય બને તેવા શુભ આશયથી આ પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી છે. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખશ્રી ઇલેન્દ્ર પંચાલ, ઉપપ્રમુખશ્રી દિપક સોની તેમજ કાઉન્સિલરશ્રીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments

muhomud ackbar

Hi I’d like someone to rite a article for me get back to me by email 📧 @nowplayingdigital@gmail.com I offer good pay 💰