25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

પ્રથમ વાર વ્હેલ માછલીની નવી પ્રજાતિ વૈજ્ઞાનિકોના ધ્યાનમાં આવી.

આ નવી વ્હેલના મોં ની રચના ડોલ્ફિન જેવી જોવા મળે છે. માણસે આમ તો ઉપર સાગર ખેડીને નીચે પાતાળ સુધી સંશોધન કર્યા છે. આ દરમિયાન અનેક જીવ સૃષ્ટી હોવાનું ધ્યાનમાં આવ્યું છે પરંતુ હજુ પણ જાણવાનું બાકી રહયું હોય એમ પ્રથમ વાર મેકિસકોમાં વહેલની નવી પ્રજાતિ વૈજ્ઞાાનિકોના ધ્યાનમાં આવી છે. ખૂબજ અંતર

વ્હેલ , મરીન બાયોલોજિસ્ટ, માછલી, વૈજ્ઞાનિકો,  નવી પ્રજાતિ
ડીએનએ ટેસ્ટિંગ પછી વ્હેલની ૨૪મી પ્રજાતિ ગણાશે.
આ નવી વ્હેલના મોં ની રચના ડોલ્ફિન જેવી જોવા મળે છે. માણસે આમ તો ઉપર સાગર ખેડીને નીચે પાતાળ સુધી સંશોધન કર્યા છે. આ દરમિયાન અનેક જીવ સૃષ્ટી હોવાનું ધ્યાનમાં આવ્યું છે પરંતુ હજુ પણ જાણવાનું બાકી રહયું હોય એમ પ્રથમ વાર મેકિસકોમાં વહેલની નવી પ્રજાતિ વૈજ્ઞાાનિકોના ધ્યાનમાં આવી છે. ખૂબજ અંતરિયાળ ટાપુ સાન બેનિતો પાસે વ્હેલની નવી પ્રજાતિ ઝુંડમાં જોવા મળી હતી. અગાઉ મેકિસકોના વિવિધ ટાપુઓ અને તટો પર વહેલની શોધખોળ અને સંશોધન ચાલતા હતા ત્યારે ધ્યાનમાં આવી ન હતી. 

આમ તો વ્હેલ પર દુનિયામાં ખૂબ શોધ- સંશોધન થયું છે ત્યારે આ પ્રજાતિ અત્યાર સુધી કેમ ધ્યાનમાં આવી ન હતી તેની વૈજ્ઞાાનિકોને પણ નવાઇ લાગી હતી. વૈજ્ઞાાનિકોની ટીમે નવી વ્હેલ મળી તે વિસ્તારના પાણીના નમૂના લીધા છે. વ્હેલનું ડીએનએ ટેસ્ટિંગ કર્યા પછી જ તેનું વર્ગીકરણ કરશે. જો તમામ વિગતો અને સરખામણી બરાબર રહેશે તો વ્હેલની આ ૨૪મી પ્રજાતિ હશે. અમેરિકાના નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફિયર એડમિનિસ્ટ્રેશન દ્વારા આને બ્લીક્ડ વ્હેલની નવી પ્રજાતિ ગણાવવામાં આવી હતી.

આને મળતી આવતી વ્હેલ આજ સુધી માત્ર મરેલી જ મળી છે. મુત્યુ પછી તેની બોડીના અવશેષો કાંઠા સુધી આવતા હોય છે. આ નવી મળેલી પ્રજાતિ અન્ય વ્હેલની સરખામણીમાં નાની છે. સામાન્ય રીતે વ્હેલ પાંચ મીટર સુધી લાંબી હોય છે. આ નવી વ્હેલના મોં ની રચના જુદી જોવા મળે છે. તેનું મોં વ્હેલ કરતા પણ ચાંચ આકારની ડોલ્ફિન સાથે વધુ મેળ ખાય છે. મરીન બાયોલોજિસ્ટ એન્ડયૂ રીડ માને છે કે આમ તો દુલર્ભ વ્હેલની શોધમાં હતા પરંતુ આ પ્રજાતિ તો સાવ જુદા જ પ્રકારની કલ્પના બહારની મળી છે. શોધ અને સંશોધનનો આ જ તો આનંદ હોય છે.

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments