પંચમહાલ :- હાલોલ પોલીસે કારમા ખાના બનાવીને છુપાવેલો દારુનો જથ્થો ઝડપી પાડ્યો.
હાલોલ, જીલ્લામાં દારૂ ની અસામાજિક પ્રવુતિ નેસ્ત નાબુદ કરવા આપેલ સુચના આધારે DYSP એચ.એ.રાઠોડ હાલોલના માર્ગદર્શનહેઠળ પીઆઈ એમ.ઝેડ.પટેલ તથા પો.સ.ઇ. શ ડો.એમ.એમ.ઠાકોર તથા સર્વેલન્સ સ્ટાફ ના પોલીસ માણસો પ્રેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ખાનગી રાહે ચોકકસ બાતમીદારથી બાતમી હકીકત મેળવેલ કે એક સિલ્
હાલોલ,
જીલ્લામાં દારૂ ની અસામાજિક પ્રવુતિ નેસ્ત નાબુદ કરવા આપેલ સુચના આધારે DYSP એચ.એ.રાઠોડ હાલોલના માર્ગદર્શનહેઠળ પીઆઈ એમ.ઝેડ.પટેલ તથા પો.સ.ઇ. શ ડો.એમ.એમ.ઠાકોર તથા સર્વેલન્સ સ્ટાફ ના પોલીસ માણસો પ્રેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ખાનગી રાહે ચોકકસ બાતમીદારથી બાતમી હકીકત મેળવેલ કે એક સિલ્વર કલરની મારુતિ માં વિદેશી દારુ ભરી લઇ દેવગઢ બારિયા તરફ થી હાલોલ તરફ આવી રહેલ છે આથી બાતમી વાળી સિલ્વર કલરની મારુતિ ની વોચ તપાસ માં વરસડા ચોકડી પાસે ગોઠવાયા હતા. તે દરમ્યાન ઉપરોક્ત બાતમી નંબર વાળી ગાડી સામેથી આવતા જરૂરી આડશો ઉભી કરી સદર ગાડીને રોકી ડ્રાયવર સીટ ઉપર બેઠેલ ઈસમને નીચે ઉતારી પંચો રૂબરૂ તેનું નામઠામ પૂછતા પોતે પોતાનું નામ અરવિંદભાઇ કનુભાઇ ડામોર ઉ.વ.૨૩ રહે ઘુંટિયા નિશાળ ફળીયુ તા.લીમખેડા જી.દાહોદ નો હોવાનું જણાવેલ સદર ગાડી ચેક કરતા ડ્રાઇવરની બાજુની શીટની આગળના ડ્રોવર મા ચોરખાનુ બનાવેલ હતુ તેમા ભારતીય બનાવટના વિદેશી દારૂના છુટ્ટા માઉન્ટ ૬૦૦૦ સુપર સ્ટ્રોંગ બીયરના ટીનભરેલ હતા તથા સદર ગાડીની પાછળની શીટ છુટ્ટી હોય જે ઉચી કરી ચેક કરતા શીટની પાછળ પતરૂ વેલ્ડીંગ કરી એક ચોરખાનુ નાના દરવાજાવાળુ બનાવેલ હતુ જેમા ટીન બીયર મળી કુલ નંગ- ૩૦૪ ની કુલ કી. રૂ.૩૩,૫૪૦/- નો પ્રોહિ મુદ્દામાલ,ફોન તેમજ કાર મળીને ૨,૩૮,૫૪૦
લાખનો મૂદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com