25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

ઉપચાર / પેટમાં ગરબડ કે ગેસ છે? થાય છે અસહ્ય બળતરા?

આજ કાલ અબાલવૃદ્ધ સૌ કોઈની ખાવાની ટેવ અને હાઈબ્રિડ ભોજનને કારણે ગેસની સમસ્યા પેટનો દુખાવો એ સાવ સામાન્ય વાત થઈ ગઈ છે ત્યારે ગેસથી બચવા કેટલાક ઘરેલું ઉપચાર અને ગેસ કેમ થાય છે તે વિશેની થોડીક હેલ્થ ટીપ્સ જોઈ લઈએ.કેમ થાય છે ગેસ?જેમ કે વધુ પડતુ ભોજન કરવું, વધુ સમય સુધી ભુખ્યા રહેવું, તીખુ કે ચ

ગેસ, ઘરેલુ ઉપાય , ભોજન, પેટમાં, ગરબડ
પેટમાં ગેસની સમસ્યા થાય તો સામાન્ય રીતે આ લક્ષણ જોવા મળે છે.
આજ કાલ અબાલવૃદ્ધ સૌ કોઈની ખાવાની ટેવ અને હાઈબ્રિડ ભોજનને કારણે ગેસની સમસ્યા પેટનો દુખાવો એ સાવ સામાન્ય વાત થઈ ગઈ છે ત્યારે ગેસથી બચવા કેટલાક ઘરેલું ઉપચાર અને ગેસ કેમ થાય છે તે વિશેની થોડીક હેલ્થ ટીપ્સ જોઈ લઈએ.

કેમ થાય છે ગેસ?
જેમ કે વધુ પડતુ ભોજન કરવું, વધુ સમય સુધી ભુખ્યા રહેવું, તીખુ કે ચટપટુ ભોજન કરવુ, એવું ભોજન ખાવું જે પચવામાં ભારે હોય. યોગ્ય રીતે ચાવીને ન ખાવું, વધુ ચિંતા કરવી, દારુ પીવો, કેટલીક બિમારીઓ અને દવાઓના સેવનના કારણે પણ પેટમાં ગેસ થઇ શકે છે. 

પેટમાં ગેસની સમસ્યા થાય તો સામાન્ય રીતે આ લક્ષણ જોવા મળે છે

ભુખ ન લાગવી
મોંમાથી વાસ આવવી અને પેટ સુજેલુ રહેવું
ઉલટી, અપચો અને કબજિયાત જેવું લાગવું
પેટ ફુલવુ
પેટમાં ગેસ થાય અને જ્યારે આ લક્ષણો દેખાય છે ત્યારે તમારે શરમનો સામનો કરવો પડે છે અને તમે ખુદ પણ ફ્રેશ ફીલ કરતા નથી. દરેક વ્યક્તિ ઇચ્છે છે કે પેટની આ સમસ્યાઓમાંથી જલ્દીથી જલ્દી છુટકારો મેળવી લે. 

કેટલાક ઘરેલુ ઉપાય તમને રાહત પહોંચાડી શકે છે
  • લીંબુના રસમાં એક ચમચી બેકિંગ સોડા મિક્સ કરીને સવારે ખાલી પેટે પીવો
  • મરીનું સેવન કરવાથી પેટમાં અપચાની સમસ્યા દુર થાય છે અને આ કારણે ગેસ પણ ઘટે છે
  • તમે દુધમાં પણ મરી અને સુંઠ નાંખીને પી શકો છો
  • છાશમાં મરી અને અજમા મિક્સ કરીને પીવાથી ગેસની સમસ્યામાં આરામ મળે છે
  • તજને પાણીમાં ઉકાળીને પાણી ઠંડુ કરી લો. સવારે ખાલી પેટ આ પાણી પીવો. તેમાં મધ ભેળવીને તેને પી શકો છો
  • લસણ પણ ગેસની સમસ્યા દુર કરે છે. લસણને જીરા, ધાણા સાથે ઉકાળીને આ પાણી દિવસમાં બે વાર પીવાથી પણ ફાયદો થાય છે
  • દિવસમાં બેથી ત્રણ વાર ઇલાઇચીનું સેવન પાચનક્રિયામાં સહાયક થાય છે અને ગેસની સમસ્યા થવા દેતી નથી 
  • રોજ આદુનો ટુકડો ચાવવાથી પણ ગેસમાં લાભ થાય છે
  • ફુદીનાના પાનને ઉકાળીને પીવાથી ગેસમાંથી રાહત મળે છે
  • રોજ નારિયેળ પાણીનું સેવન કરવું પણ ગેસમાં ફાયદો કરે છે
  • અઠવાડિયામાં એકવાર ઉપવાસ રાખવાથી પણ પેટ સાફ રહે છે અને ગેસની સમસ્યા થતી નથી

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments