25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

પંચમહાલ LCB પોલીસ ટીમે ટ્રકમા ઈંટોની નીચે છૂપાવીને લઈ જવાતો વિદેશી દારૂના જથ્થાને ઝડપી પાડ્યો.

પંચમહાલ, પંચમહાલ જીલ્લાના મોરવા હડફ તાલૂકાની  સંતરોડ ચેક પોસ્ટ પાસેથી ટ્રકમા ઇટોની અંદર છૂપાવીઁને લઈ જવાતો  વિદેશી દારુની ૪૩૮ નંગ પેટીઓ  સાથે એલ.સી.બી પોલીસે બે ઈસમોને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર જીલ્લામાં દારુની હેરાફેરીની અસામાજિક પ્રવૃતિને ન


પંચમહાલ,

પંચમહાલ જીલ્લાના મોરવા હડફ તાલૂકાની  સંતરોડ ચેક પોસ્ટ પાસેથી ટ્રકમા ઇટોની અંદર છૂપાવીઁને લઈ જવાતો  વિદેશી દારુની ૪૩૮ નંગ પેટીઓ  સાથે એલ.સી.બી પોલીસે બે ઈસમોને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર જીલ્લામાં દારુની હેરાફેરીની અસામાજિક પ્રવૃતિને નેસ્તનાબુદ કરવા માટે જીલ્લા પોલીસ સજ્જ રહેતી હોય છે.પંચમહાલ જીલ્લા એલસીબી પોલીસના પી.આઈ ડી.એન.ચુડાસમાને બાતમી મળી હતી. જેમા દાહોદ તરફથી એક ટ્રક ગોધરા તરફ આવી રહી છે.જેમા ટ્રકની પાછળની જગ્યામા  ઇટો મૂકીને  તેના અંદર વિદેશી દારુ છૂપાવીને રાખેલ છે.આથી એલસીબીની ટીમે સંતરોડ ચેકપોસ્ટ આગળ નાકાબંધી કરી હતી,અને બાતમીવાળી ટ્રક આવતા તેની તપાસ હાથ ધરવામા આવતા પાછળ મૂકેલી ઈંટોને હટાવતા દારૂની પેટીઓ મળી આવી હતી.સાથે જોગારામ જાટ,રાજસ્થાન, મૂનકારામ જાટ,રહે રાજસ્થાનની ધરપકડ કરી હતી,પોલીસે હાલમા દારુના જથ્થા ટ્રક સાથે મળીને  ૨૬,૭૫,૩૦૦ લાખ રૂપીયાનો મૂદામાલ ઝડપી પાડ્યો છે.પોલીસે પકડાયેલા બે સિવાય અન્ય રાકેશ જાટ,રાજસ્થાન, દારુ ભરી આપનાર ઇસમ,ટ્રકના માલિક,તેમજ દારુના જથ્થા મંગાવનાર વિરુધ્ધ મોરવા હડફ પોલીસ મથકે ફરિયાદ નોધાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નોધનીય છેકે પોલીસને થાપ આપવા માટે બૂટલેગરો અવનવા તરકીબો અપનાવે છે,પણ પોલીસ તેમની તરકીબોને નાકામિયાબ બનાવે છે.


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments