25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

પંચમહાલ: કોરોના વેકસીનની કામગીરીને લઇને સમીક્ષા બેઠક યોજાઈ.

ગોધરા,      જીલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને કોવિડ-૧૯ વેક્સિનેશન કામગીરીના પૂર્વ આયોજન અંતર્ગત થયેલ કામગીરીની સમીક્ષા અને આયોજન હેતુ જીલ્લા કક્ષાના તમામ અધિકારીઓ અને તાલુકા આરોગ્ય અધિકારીઓ ની વિડીયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં  ૫૦ વર્ષથી ઉપરના વ્યક્તિઓના સર્વેની સમ

ગોધરા,
     જીલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને કોવિડ-૧૯ વેક્સિનેશન કામગીરીના પૂર્વ આયોજન અંતર્ગત થયેલ કામગીરીની સમીક્ષા અને આયોજન હેતુ જીલ્લા કક્ષાના તમામ અધિકારીઓ અને તાલુકા આરોગ્ય અધિકારીઓ ની વિડીયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં  ૫૦ વર્ષથી ઉપરના વ્યક્તિઓના સર્વેની સમીક્ષા, ૫૦ વર્ષથી નીચેના વ્યક્તિઓ (કોમોરબીડ)ના સર્વેની સમીક્ષા, RTPCR ટેસ્ટની સમીક્ષા કરવામાં આવી હતી તેમજ ટેસ્ટ વધારવા માટેના આયોજન કરવા, કોન્ટેક્ટ ટ્રેસીંગમાં વધારો કરવા, એન્ટીજન ટેસ્ટની એન્ટ્રી નિશ્ચિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા જણાવવામાં આવ્યું. આ ઉપરાંત, ટાર્ગેટ મુજબ સર્વેની કામગીરી પૂર્ણ કરવા અને કોવિડ-૧૯ રસીકરણ માટે PHC લેવલની પ્રાથમિક તૈયારીઓ એડવાન્સમાં પૂર્ણ કરવા સહિતના મુદ્દાઓને આવરી લઇ ચર્ચા કરવામાં આવી હતી.

----૦૦૦૦----


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments