પંચમહાલ: ઘોંઘબા તાલૂકામાં હાહાકાર મચાવનાર બે દિપડા વનવિભાગના પાંજરે પુરાયા
પંચમહાલ, પંચમહાલ જીલ્લાના ઘોંઘબા તાલુકામાં દિપડાની દહેશતને કારણે લોકોમા ફફડાટ હતો.પણ મંગળવારે સાંજે દિપડો વનવિભાગનાં પાજરામા પુરાયા બાદ ફરી એક દિપડો કાટાવેડા ગામની સીમમા મૂકાયેલા વનવિભાગનાં પાંજરામા પુરાયો હતો. પંચમહાલમા ઘોંઘબા પંથકમા હાહાકાર મચાવનાર દિપડાની દહેશતનો મંગળવારના
પંચમહાલ,
પંચમહાલ જીલ્લાના ઘોંઘબા તાલુકામાં દિપડાની દહેશતને કારણે લોકોમા ફફડાટ હતો.પણ મંગળવારે સાંજે દિપડો વનવિભાગનાં પાજરામા પુરાયા બાદ ફરી એક દિપડો કાટાવેડા ગામની સીમમા મૂકાયેલા વનવિભાગનાં પાંજરામા પુરાયો હતો.
પંચમહાલમા ઘોંઘબા પંથકમા હાહાકાર મચાવનાર દિપડાની દહેશતનો મંગળવારના રોજ અંત આવ્યો જ્યારે દિપડો ગોયાસુંદલ ગામે મૂકવામા આવેલા પાજરામા દિપડો પકડાયો હતો.જેને પાવાગઢ પાસે આવેલા ધોબીકુવા રેસક્યુ સેન્ટર ખાતે ખસેડવામા આવ્યો હતો.બુધવારના રોજ ફરી કાટાવેડા ગામની સીમમા મૂકાયેલા પાજરામા વધુએક દિપડો પડકાયો હતો.દિપડો પકડાયાની ખબર પડતા લોકટોળા પણ ઉમટ્યા હતા.તેમજ વનવિભાગના અધિકારીઓ પણ પહોચ્યા હતા.પકડાયેલા દીપડાના પાજરાને
મૂખ્ય રોડ સુધી વનવિભાગ અને સ્થાનિક લોકોની મદદથી લાવ્યા બાદ ધોબીકુવા રેસક્યુ સેન્ટર ખસેડવામા આવ્યો હતો.
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com