પંચમહાલ: હાલોલની બંધ ઓરડીમાં મળી આવેલી મહિલાની લાશનો ભેદ ઉકેલાયો..પતિ જ નીકળ્યો હત્યારો
પંચમહાલ, પ્રાપ્ત વિગતો અનૂસાર ગત ૩૧ ડિસેમ્બરના રોજ સાંજના સમયે હાલોલ શહેરની અનૂપમ સોસાયટીના કમ્પાઉન્ડમાં આવેલી બંધ ઓરડીમાંથી ભારે વિકૃત અવસ્થામાં અતિશય દુર્ગંધ મારતો ચંચીબેન નામની મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો.મહિલાની લાશની પરિસ્થીતીને જોતા મહિલાની હત્યા કરી દેવામા આવી હોવાના અ
પંચમહાલ,
પ્રાપ્ત વિગતો અનૂસાર ગત ૩૧ ડિસેમ્બરના રોજ સાંજના સમયે હાલોલ શહેરની અનૂપમ સોસાયટીના કમ્પાઉન્ડમાં આવેલી બંધ ઓરડીમાંથી ભારે વિકૃત અવસ્થામાં અતિશય દુર્ગંધ મારતો ચંચીબેન નામની મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો.મહિલાની લાશની પરિસ્થીતીને જોતા મહિલાની હત્યા કરી દેવામા આવી હોવાના અનુમાનને આધારે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરવામા આવી હતી.જેમા પંચમહાલ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામા આવી હતી.આ મહિલાની હત્યા તેના પતિ કાળૂભાઇ રાઠવાનો હાથ હોવાની માહીતી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને થઇ હતી.આથી પતિની પુછપરછ કરતા સમગ્ર હકીકત સામે આવી હતી.તેમા પુછપરછમા જણાવ્યુ કે પત્નિને વડાતળાવ ગામના એક પરપુરૂષ સાથે આડાસબંધ રાખતી હોવાને કારણે પાવડાના મૂદ્દરના ફટકા મારીને હત્યા કરી નાખી હતી. લોકલ ક્રાઈમ બ્રાન્ચે સાત દિવસ
ના સમયગાળામા જ મૃતક મહિલાની હત્યાનો ભેદ ઊકેલી આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com