25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

પંચમહાલ: ગોવિંદગૂરુ યૂનિ સામે થયા આવા આક્ષેપો, VCએ કર્યુ આક્ષેપોનુ ખંડન

પંચમહાલ, પંચમહાલ જીલ્લાના વડામથક ગોધરા ખાતે આવેલી શ્રી ગોવિંદગૂરૂ યુનિવર્સિટી સામે મહિસાગર જીલ્લાની બે કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા કોરોનાકાળમા ગાઇડલાઈન મુજબ લેવામા આવેલી પરીક્ષા બાદના પરિણામોમાં પેપરના કુલ માર્કસ કરતા વધારે માર્કસ તેમજ ઝીરો માર્કસ આપવામા આવ્યો હોવાનો આક્ષેપ કર


પંચમહાલ,

પંચમહાલ જીલ્લાના વડામથક ગોધરા ખાતે આવેલી શ્રી ગોવિંદગૂરૂ યુનિવર્સિટી સામે મહિસાગર જીલ્લાની બે કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા કોરોનાકાળમા ગાઇડલાઈન મુજબ લેવામા આવેલી પરીક્ષા બાદના પરિણામોમાં પેપરના કુલ માર્કસ કરતા વધારે માર્કસ તેમજ ઝીરો માર્કસ આપવામા આવ્યો હોવાનો આક્ષેપ કરવામા આવ્યો છે.આ તરફ યુનિવર્સિટીના VC પ્રતાપસિંહ ચૌહાણ દ્વારા આક્ષેપોને નકારવામા આવ્યા છે.વધુમા આ અંગે તપાસના આદેશ પણ આપવામા આવ્યા હોવાનુ જણાવ્યુ હતૂ.
મહિસાગર જીલ્લાની એક કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવેલા માર્કસ લઈને  યુનિર્વસીટી સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે.મહીસાગર જિલ્લા ની વેદાંત કોલેજના  સાયન્સ સ્ટ્રીમ ના વિદ્યાર્થીઓ ને ૫૦ માર્ક્સ ના પરીક્ષા ના પેપર માં કુલ માર્ક્સ કરતા વધારે માર્ક્સ આપવા
અને કેટલાક વિદ્યાર્થીઓ ને માત્ર ઝીરો માકસ આપવામા આવ્યો હોવાનો આક્ષેપ કરવામા આવ્યો છે.શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના વી.સી. ડો.પ્રતાપસિંહ ચૌહાણે તમામ આક્ષેપો નું ખંડન કરતા જણાવ્યું હતું કે કોઈ હિત શત્રુ એ આદિવાસી વિસ્તારની યુનિવર્સિટી ની છબીને ખરડવા માટેનું કાવતરું કર્યું છે.જ્યાં સુધી 50 માંથી 52 માર્ક્સ આવાનો સવાલ છે તો એ 50 માર્ક્સનું જ પેપર યુનિવર્સિટી દ્વારા લેવા માં આવ્યું હતું.અને પ્રો રેટા મુજબ પ્રમાણસર માર્ક્સ 70 એ કેટલા થાય એવા સાદા ગણિત ના આધારે આપવામાં આવ્યા છે.યુનિવર્સિટીની પરીક્ષા અને ઉત્તરવહીની ચકાસણી નિયમોનુસાર જ થઈ છે.પરંતુ આ સમગ્ર મામલો રાજકીય રીતે આદિવાસી વિદ્યાર્થીઓ ના ભાવિ સાથે ચેડાં કરવા નું ષડયંત્ર છે અને યુનિવર્સિટી ને બદનામ કરવા નું કાવતરું હોવાનું જણાવ્યું હતું.


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments