25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

પંચમહાલ:ગોધરા ખાતે શિક્ષણ સહાયકોને ધારાસભ્યના હસ્તે નિમણુંકપત્રો એનાયત કરાયા

* ગોધરા, માહિતી બ્યુરો:           રાજ્ય સરકાર દ્વારા માધ્યમિક શિક્ષણક્ષેત્રે કુલ ૧૨૪૪ શિક્ષણ સહાયકોને નિમણુંક આપવામાં આવી છે, આ જ શ્રેણીમાં પંચમહાલ જિલ્લામાં પણ ૧૪ શિક્ષણ સહાયકોને નિમણુંક આપવામાં આવી છે. આજે જિલ્લાના મુખ્યમથક ગોધરા ખાતે આવેલ સરકારી તેલંગ વાણિજ્ય વિદ્યાલય ખાતે જિલ્લામ

*

ગોધરા, માહિતી બ્યુરો:           રાજ્ય સરકાર દ્વારા માધ્યમિક શિક્ષણક્ષેત્રે કુલ ૧૨૪૪ શિક્ષણ સહાયકોને નિમણુંક આપવામાં આવી છે, આ જ શ્રેણીમાં પંચમહાલ જિલ્લામાં પણ ૧૪ શિક્ષણ સહાયકોને નિમણુંક આપવામાં આવી છે. આજે જિલ્લાના મુખ્યમથક ગોધરા ખાતે આવેલ સરકારી તેલંગ વાણિજ્ય વિદ્યાલય ખાતે જિલ્લામાં નિમણુંક થયેલા આ ૧૪ શિક્ષણ સહાયકોને ધારાસભ્યશ્રીના હસ્તે નિમણુંકપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્યશ્રી સી.કે.રાઉલજીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળની સરકાર પારદર્શક અને સંવેદનશીલ સરકાર છે. આ અભિગમ અંતર્ગત જ શિક્ષક સહિતની ભરતી પ્રક્રિયાઓ સંપૂર્ણપણે પારદર્શક રીતે પૂર્ણ કરવામાં આવી છે. ઓનલાઈન માધ્યમથી થતી આ પ્રકારની ભરતી પ્રક્રિયાના પરિણામે લાગવગ કે લાંચરૂશ્વતને કોઈ અવકાશ રહેતો નથી અને લાયક ઉમેદવારોને જ નોકરી મળવા પામે છે, જેથી સમગ્રપણે શિક્ષણનું સ્તર પણ ઊંચે જશે. શિક્ષક બાળકના ચારિત્ર્યનું અને આવતીકાલના નાગરિકનું નિર્માણ કરતા હોવાથી દેશ અને સમાજના સારા ભવિષ્ય ઘડતરમાં શિક્ષકની ભુમિકા ખૂબ અગત્યની છે તેમ જણાવતા આ ૧૪ શિક્ષકોને જિલ્લાના શિક્ષણક્ષેત્રે આવકાર્યા હતા. અંગ્રેજીના ૩, સોશિયલ સાયન્સના ૩, ગુજરાતીના ૩, સાયન્સ અને ટેકનોલોજી તેમજ મૅથેમેટિક્સના ૦૫ શિક્ષણ સહાયકોને આ કાર્યક્રમમાં નિમણુંકપત્રો આપવામાં આવ્યા છે.
       આ ઉપરાંત, જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રી દ્વારા પણ નવનિયુક્ત થયેલા આ શિક્ષક મિત્રોને અભિનંદન પાઠવવા સાથે આવકારવામાં આવ્યા હતા. જિલ્લા શિક્ષણાધિકારીશ્રી બી.એસ. પંચાલે કાર્યક્રમમાં મહેમાનોનું શાબ્દિક સ્વાગત અને એજ્યુકેશન ઇન્સ્પેક્ટરશ્રી મેહુલભાઈ પારેખે કાર્યક્રમની આભારવિધિ કરી હતી.


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments