કોવિશીલ્ડ અને કોવેક્સિનના ઉપયોગ પર DCGIની મંજૂરી કહ્યુ, અત્યાર સુધીના ટ્રાયલ સુરક્ષિત રહ્યા.
કોરોના વાઈરસના વધતા સંક્રમણ વચ્ચે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઑફ ઈન્ડિયાએ કોરોના વેક્સિનના ઉપયોગની મંજૂરી આપી દીધી છે. ડીસીજીઆઈએ રવિવારે કોવિશીલ્ડ અને કોવેક્સિનના તાત્કાલિક ઉપયોગનુ સત્તાકીય એલાન કર્યુ.કોરોના વેક્સિનને લઈને બની એક્સપર્ટ કમિટીએ છેલ્લા 48 કલાકમાં બે વેક્સિનને દેશમાં તાત્
2 વેક્સિનને ઈમરજન્સી ઉપયોગની મંજૂરી.
કોરોના વાઈરસના વધતા સંક્રમણ વચ્ચે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઑફ ઈન્ડિયાએ કોરોના વેક્સિનના ઉપયોગની મંજૂરી આપી દીધી છે. ડીસીજીઆઈએ રવિવારે કોવિશીલ્ડ અને કોવેક્સિનના તાત્કાલિક ઉપયોગનુ સત્તાકીય એલાન કર્યુ.
કોરોના વેક્સિનને લઈને બની એક્સપર્ટ કમિટીએ છેલ્લા 48 કલાકમાં બે વેક્સિનને દેશમાં તાત્કાલિક ઉપયોગની મંજૂરી આપી દીધી છે. કમિટીએ વર્ષના પહેલા દિવસે કોવિશીલ્ડ અને બીજા દિવસે કોવેક્સિનને અનુમતિ આપી. હવે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઑફ ઈન્ડિયા દ્વારા મંજૂરી મળ્યા બાદ ભારતમાં વેક્સિનનો ઉપયોગ શરૂ થઈ જશે.
ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઑફ ઈન્ડિયા સાથે વેક્સિનની ઈમરજન્સી ઉપયોગની મંજૂરી મળ્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી અને ભારતીય માટે ગર્વનો દિવસ જણાવ્યો.
કોવેક્સિન છે પૂર્ણ સ્વદેશી વેક્સિન
કોવેક્સિન સમગ્ર રીતે સ્વદેશી છે અને આને ભારત બાયોટેકે બનાવી છે. આ વેક્સિન હૈદરાબાદ લેબમાં તૈયાર કરવામાં આવી છે. કોવિશીલ્ડે ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાએ મળીને બનાવી છે અને ભારતમાં આનુ નિર્માણ સીરમ ઈન્સ્ટિટ્યુટ દ્વારા કરવામાં આવી રહ્યુ છે.
સમગ્ર દેશમાં શનિવારે કરવામાં આવ્યુ ડ્રાય રન
કોવિડ કાળમાં વેક્સિનેશનની પ્રક્રિયાને લઈને શનિવારે દેશભરમાં ડ્રાય રન એટલે કે એક પ્રકારની મોક ડ્રિલ કરવામાં આવ્યુ. દેશના 125 જિલ્લામાં બનેલા 286 કેન્દ્રમાં વેક્સિનેશનની પ્રક્રિયાનો ડ્રાય રન કરવામાં આવ્યો. દિલ્હીમાં ડ્રાય રનની તૈયારીઓનુ નિરીક્ષણ કરવા માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન હાજર રહ્યા. વેક્સિન સૌથી પહેલા હેલ્થ વર્કર્સને આપવામાં આવશે. સૂત્રો અનુસાર દેશમાં આવતા અઠવાડિયાથી કોરોના વેક્સિનનો ઈમરજન્સી ઉપયોગ શરૂ થઈ શકે છે.
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com