25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

ગોધરા:-UP એટીએસની ટીમે ગોધરાના અનસ ગીતેલીને કેમ ઝડપ્યો.જાણો વિગતે

ગોધરા, પાકિસ્તાનને દેશની ગુપ્તમાહિતી પહોચાડીને નુકશાન પહોચાડનાર ગોધરાના ઈસમને UP પોલીસની ATSની ટીમે એસઓજીની મદદથી પકડી લીધો છે.અને તેને લખનઉ ખાતે લઈ જવામા આવ્યો છે.આ પહેલા પણ આજ અનસ ગીતેલીના ભાઈને એનઆઈએની ટીમે ગોધરાથી જ ઝડપી પાડ્યોહતો.આમ બે ગોધરાના બે  ભાઈઓની સંડોવણી બહાર આવતા ભારે ખળભ

ગોધરા,

પાકિસ્તાનને દેશની ગુપ્તમાહિતી પહોચાડીને નુકશાન પહોચાડનાર ગોધરાના ઈસમને UP પોલીસની ATSની ટીમે એસઓજીની મદદથી પકડી લીધો છે.અને તેને લખનઉ ખાતે લઈ જવામા આવ્યો છે.આ પહેલા પણ આજ અનસ ગીતેલીના ભાઈને એનઆઈએની ટીમે ગોધરાથી જ ઝડપી પાડ્યોહતો.આમ બે ગોધરાના બે  ભાઈઓની સંડોવણી બહાર આવતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો.


દેશની સેનાની ગૂપ્ત માહિતી પાકિસ્તાનની જાસુસી એજન્સીઓને  પહોચાડનાર સેનાના એક જવાન સૌરભ શર્મા તેમજ  ગોધરાના ઇસમ અનસ ગીતેલીની ઉત્તરપ્રદેશ ATSની ટીમે ધરપકડ કરી છે.તેમા ગોધરાથી પકડાયેલો આરોપી અનસ ગીતેલીને ટ્રાન્ઝિન્ટ રિમાંડના આધારે લખનઉ ખાતે લઈ જવાયો છે. આ પહેલા પણ ગોધરાથી સપ્ટેમ્બર મહિનામાં તેના મોટાભાઇ ઇમરાન ગીતેલીની NIA દ્વારા ધરપકડ કરવામા આવી હતી.દેશની ગૂપ્ત માહિતીઓ પહોચાડવી એ ગંભીર ગુનો બને છે.છતા દેશમા એવા પણ કેટલાક લોકો પણ હોય છે.જે પૈસાની લાલચમા પોતાના ઇમાનને વેચીને દેશની ગૂપ્ત માહિતી  દૂશ્મન દેશ સુધી પહોચાડે છે.દેશની ગૂપ્ત માહિતી પહોચાડવા બદલ ઉત્તર પ્રદેશની ATSની ટીમે ઉત્તર પ્રદેશના બિહુ ગામના એક સૈનિક તેમજ ગોધરાના અનસ ગિતેલીને ઝડપી પાડ્યા છે.
ઉત્તર પ્રદેશની એટીએસની ટીમને  ઇન્ટીલીજન્સ તરફથી મળેલી બાતમીના આધારે તપાસ હાથ ધરવામા આવી.જેમા ચોકાવનારી વિગતો બહાર આવી કે પૈસાની લાલચમાં સૌરભ શર્મા ( રહે.ઉત્તર પ્રદેશ) નામનો પુર્વ સૈનિક સામેલ છે. પાકિસ્તાનની જાસુસી સંસ્થાઓના કહેવાથી
સૌરભ શર્માને બેંક ખાતામા પૈસા જમા કરાવ્યા હોવાની વિગતો બહાર આવી હતી
સમગ્ર જાસુસીકાંડમાં ગોધરાનુ  કનેકશન બહાર આવતા UP ATSની ટીમે ગોધરા આવીને સ્થાનિક એસઓજી પોલીસ ટીમની મદદથી અનસ ગિતેલીઁને ઝડપી પાડવામા આવ્યો હતો.અને ટ્રાન્જિસ્ટ રિમાંડ મેળવીને તેને લખનઉ ખાતે લઈ જવાયો છે.

આ પાકિસ્તાનને ગૂપ્ત જાસુસી પહોચાડવાના મદદગાર તરીકે અનસ ગિતેલીની UP એટીએસ દ્વારા ધરપકડ કરવામા આવી છે.આજ અનસ ગીતેલીના મોટાભાઈ ઈમરાન ગીતેલીની સપ્ટેમ્બર મહિનામા જળસેનાની ગુપ્ત માહિતી આપવા બદલ ગત સપ્ટેમ્બર માસમા ધરપકડ કરવામા આવી હતી.આમ જાસુસીકાંડમા બે ભાઈઓની સંડોવણી બહાર આવી છે.


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments