25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

જો બાઈડેને અમેરિકા માટે ખોલ્યો ખજાનો, દરેક નાગરિકના ખાતામાં જશે 1 લાખ રૂપિયા

આગામી સપ્તાહે અમેરિકાના રાષ્ટ્રપતિનું પદ સંભાળવા જઈ રહેલા જો બાઈજેને પોતાનો ખજાનો ખોલી દીધો છે. કોરોના વાયરસની મહામારીનો સૌથી મોટો શિકાર બનેલા દેશ માટે બાઇડેને 1.9 ટ્રિલિયન ડોલર (આશરે 139 લાખ કરોડ)ના રાહત પેકેજની જાહેરાત કરી છે. આ રીતે દરેક અમેરિકી નાગરિકોને 1400 ડોલર (આશરે એક લાખ ભારતીય રૂપ

અમેરિકા, જો બાઈડેન, પ્રથમવાર કોંગ્રેસ , નાગરિકો,  ઐતિહાસિક રોકાણ
કોરોના વાયરસની મહામારીનો સૌથી મોટો શિકાર બનેલા દેશ માટે બાઇડેને 1.9 ટ્રિલિયન ડોલર (આશરે 139 લાખ કરોડ)ના રાહત પેકેજની જાહેરાત કરી છે. Updated By:

આગામી સપ્તાહે અમેરિકાના રાષ્ટ્રપતિનું પદ સંભાળવા જઈ રહેલા જો બાઈજેને પોતાનો ખજાનો ખોલી દીધો છે. કોરોના વાયરસની મહામારીનો સૌથી મોટો શિકાર બનેલા દેશ માટે બાઇડેને 1.9 ટ્રિલિયન ડોલર (આશરે 139 લાખ કરોડ)ના રાહત પેકેજની જાહેરાત કરી છે. આ રીતે દરેક અમેરિકી નાગરિકોને 1400 ડોલર (આશરે એક લાખ ભારતીય રૂપિયા)ની સીધી મદદ આપવામાં આવશે. મહામારીને કારણે ખરાબ થયેલી આર્થિત સ્થિતિને સુધારવાના ઈરાદાથી આ પેકેજની જાહેરાત કરવામાં આવી છે. 


કોને શું મળશે?
અમેરિકી લોકોને આર્થિક મદદ, વેપારમાં સહારો આપવા અને નેશનલ વેક્સિન પ્રોગ્રામમાં તેજી લાવવી આ પેકેજનો ઉદ્દેશ્ય હશે. ગુરૂવારે જાહેર કરાયેલા રાહત પેકેજમાં415 અબજ ડોલર કોવિડ-19નો સામનો કરતા, એક ટ્રિલિયનથી વધુ સીધા લોકો અને પરિવારોની મદદ અને 440 અબજ ડોલર વ્યાપારમાં સહાયતા માટે આપવામાં આવશે. પાછલા મહિને લાગૂ કરાયેલા રાહત બિલમાં યોગ્ય કરદાતાઓ અને તેના પર આશ્રિત 17 વર્ષથી ઓછી ઉંમરના પરિવારોને 600 ડોલરની મદદની જોગવાઈ હતી. નવા પેકેજમાં તેની સાથે-સાથે હવે બધા આશ્રિતોને 1400 ડોલરની સીધી આર્થિક મદદ પહોંચાડવામાં આવશે. 

શું બોલ્યા બાઈડેન?
આ 'અમેરિકન રેસ્ક્યૂ પ્લાન'માં 20 અબજ ડોલર નેશનલ વેક્સિનેશન પ્રોગ્રામ અને 50 અબજ ડોલર કોરોના વાયરસ ટેસ્ટિંગ પર ખર્ચ કરવામાં આવશે. બાઈડેને કહ્યુ કે, 'તે સમજવુ મુશ્કેલ નથી કે આપણે ઘણી પેઢીઓમાં આવનાર સ્વાસ્થ્ય સંકટ વચ્ચે ઘણી પેઢીઓમાં એકવાર થનારા આર્થિક સંકટનો સામનો કરી રહ્યાં છીએ. અમારી આંખોની સામે મનુષ્યો મુશ્કેલીમાં છે. હવે રાહ જોવાનો સમય નથી.' બાઈડેનનું કહેવું છે કે અર્થશાસ્ત્રી પણ કહી રહ્યાં છે કે હાલ પગલા ભરવા પડશે. 


ઐતિહાસિક રોકાણની તૈયારીમાં જો બાઈડેન
પ્રથમવાર કોંગ્રેસ (સંસદ)ના જોઈન્ટ સેશનની સામે જવા પર તેઓ 'બિલ્ડ બેક બેટર રિકવરી પ્લાન'ને રજૂ કરશે. તેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નિર્માણ, ઇનોવેશન, રિસર્ચ, ડેવલોપમેન્ટ અને ક્લીન એનર્જીમાં ઐતિહાસિક રોકાણ કરવામાં આવશે. કારીગરોને જરૂરી કૌશલ્ય અને ટ્રેનિંગ માટે રોકાણ કરવામાં આવશે, જેથી વૈશ્વિક અર્થવ્યવસ્થામાં જીત મળી શકે. આ પહેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાછલા મહિને 900 અબજ ડોલરના રાહત બિલ પર સહી કરી હતી.


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments