25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

કોરોના વાયરસ અંગે સરકારે મોઢુ બંધ રાખવા આદેશ આપ્યો હતો, સ્ટિંગ ઓપરેશનમાં ચીનના ડોક્ટરોનો ખુલાસો.

આખી દુનિયામાં તબાહી મચાવનાર કોરોના વાયરસની ભયંકરતા અંગે ચીનના વુહાન શહેરના ડોક્ટરોને જાણકારી હતી પણ સરકારે તેમને મોઢુ બંધ રાખવાની તાકીદ કરી હોવાનો ખુલાસો એક ડોક્યુમેન્ટરીમાં થયો છે.બ્રિટિશ મીડિયાના અહેવાલ પ્રમાણે સ્ટીંગ ઓપરેશનમાં વુહાનના કેટલાક ડોક્ટરોએ કબૂલ્યુ હતુ કે, ચીનમાં ડ

કોરોના વાયરસ, ચીન, હોસ્પિટલ, વાયરસ,  બ્રિટિશ મીડિયા
આમ છતા ચીને આ મુદ્દે કોઈને જાણકારી આપી નહોતી.કારણકે સરકારે ડોક્ટરોને આ અંગે ચૂપ રહેવાનુ કહ્યુ હતુ.
આખી દુનિયામાં તબાહી મચાવનાર કોરોના વાયરસની ભયંકરતા અંગે ચીનના વુહાન શહેરના ડોક્ટરોને જાણકારી હતી પણ સરકારે તેમને મોઢુ બંધ રાખવાની તાકીદ કરી હોવાનો ખુલાસો એક ડોક્યુમેન્ટરીમાં થયો છે.

બ્રિટિશ મીડિયાના અહેવાલ પ્રમાણે સ્ટીંગ ઓપરેશનમાં વુહાનના કેટલાક ડોક્ટરોએ કબૂલ્યુ હતુ કે, ચીનમાં ડિસેમ્બર 2019થી વુહાન શહેરમાં વાયરસ ફેલાવાની શરુઆત થઈ ગઈ હતી અને આ વાયરસ માણસ થકી બીજા માણસમાં ફેલાશે તે વાતમાં કોઈ સંદેહ નહોતો.એ પછી 5 જાન્યુઆરીથી બીજા 12 દિવસ ઝડપથી તેનુ સંક્રમણ ફેલાયુ હતુ.આમ છતા ચીને આ મુદ્દે કોઈને જાણકારી આપી નહોતી.કારણકે સરકારે ડોક્ટરોને આ અંગે ચૂપ રહેવાનુ કહ્યુ હતુ.

કેમેરા પર એક ડોક્ટર બોલતા સંભળાય છે કે, અમને કહેવામાં આવ્યુ હતુ કે, કશું બોલવાનુ નથી.હોસ્પિટલોને પણ આ જ પ્રકારનો આદેશ આપવામાં આવ્યો હતો.

જાણકારોનુ માનવુ છે કે, જો ચીન પહેલેથી આ મુદ્દે પારદર્શક રહ્યુ હોત તો વાયરસને શરુઆતમાં જ રોકી શકાયો હતો.દુનિયાને પણ ઝડપથી તેની જાણકારી મળી હોત અને વાયરસને રોકવા માટેના પગલા ઝડપથી લઈ શકાયા હોત.

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments