પંચમહાલ:મોરવા હડફના ધારાસભ્ય ભુપેન્દ્રસિંહ ખાંટનૂ નિધન,રાજકીય માહોલમા શોક છવાયો
ગોધરા, પંચમહાલ જીલ્લાના મોરવા હડફના પુર્વ ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટનુ લાબી માંદગી બાદ અવસાન થયુ છે.અમદાવાદ ખાતે સારવાર માટે લઇ જતી વખતે રસ્તામાં તેમનુ અવસાન થયુ હતુ. પંચમહાલ જીલ્લાની આદિવાસી પ્રભૂત્વવાળી મોરવા હડફ વિધાનસભાના પુર્વ ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટનૂ અવસાન થયુ છે. તે
ગોધરા,
પંચમહાલ જીલ્લાના મોરવા હડફના પુર્વ ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટનુ લાબી માંદગી બાદ અવસાન થયુ છે.અમદાવાદ ખાતે સારવાર માટે લઇ જતી વખતે રસ્તામાં તેમનુ અવસાન થયુ હતુ.
પંચમહાલ જીલ્લાની આદિવાસી પ્રભૂત્વવાળી મોરવા હડફ વિધાનસભાના પુર્વ ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટનૂ અવસાન થયુ છે. તેઓ મહિનાઓથી બિમાર હતા.તેમને સારવાર માટે અમદાવાદ ખાતે લઈ જવાતા હતા તે સમયે રસ્તામાં જ અવસાન થયુ હતૂ.તેમના અવસાનને પગલે તેમના માદરેવતન વીરણીયામા તેમજ
પંચમહાલ કોંગ્રેસમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો હતો.મોરવા હડફ બેઠક આદિવાસી પ્રભૂત્વ ધરાવનારી બેઠક છે.૨૦૧૭ની ગુજરાત વિધાનસભાની ચુટણી વખતે કોંગ્રેસ દ્વારા ટીકીટ ના આપવામા તેમને અપક્ષ ઉમેદવારી મોરવા હડફ બેઠક પરથી નોધાવી હતી,તેમને ભાજપના વિક્રમ ડીડોરને હરાવ્યા હતા.આદિવાસી સમાજમા સારી એવી લોકચાહના ધરાવતા ભૂપેન્દ્રસિંહ મળતાવડા સ્વભાવના હતા.તેઓ હમેશા પોતાના વિસ્તારના લોકોની સમસ્યાને સાભળીને તેનો નિકાલ કરવા માટે હંમેશા પ્રયત્નશીલ રહેતા હતા.૨૦૧૭મા મોરવા હડફ વિધાનસભાની બેઠક
પરથી જીત્યા બાદ તેમની પર આક્ષેપ લગાવામા આવ્યો કે તેમને જાતિનુ ખોટુ પ્રમાણપત્ર રજુ કરીને અનામત બેઠકનો લાભ લીધો છે.જેને લઈને વિવિધ રજુઆતો કરવામા આવી હતી. તેમનુ આદિવાસી હોવાનુ પ્રમાણપત્ર ખોટુ ઠરવીને ધારાસભ્ય પદ રદ કરી દેવામા આવ્યુ હતુ.તેમના અવસાન થી પંચમહાલ કોંગ્રેસને ખોટી ખોટ પડી છે.
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com