25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

પંચમહાલ: આશાવર્કર બહેનોએ આપ્યુ આરોગ્ય અધિકારીને આવેદન

પંચમહાલ, પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારની ધાત્રી બહેનો,સર્ગભા બહેનોની નોંધણી તેમજ સારસંભાળ કરતી આશાવર્કર બહેનોએ પોતાની વિવિધ માંગણીઓ સાથેનુ આવેદનપત્ર તાલુકા હેલ્થ ઓફીસરને આપવામા આવ્યુ હતુ.અને પોતાની માંગણીઓ નહી સ્વીકારવામા આવે તો આગામી સમયમાં અચોકકસ મૂદતની હડ

પંચમહાલ,

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારની ધાત્રી બહેનો,સર્ગભા બહેનોની નોંધણી તેમજ સારસંભાળ કરતી આશાવર્કર બહેનોએ પોતાની વિવિધ માંગણીઓ સાથેનુ આવેદનપત્ર તાલુકા હેલ્થ ઓફીસરને આપવામા આવ્યુ હતુ.અને પોતાની માંગણીઓ નહી સ્વીકારવામા આવે તો આગામી સમયમાં અચોકકસ મૂદતની હડતાલની ચીમકી ઉચ્ચારવામા આવી હતી.

આવેદનપત્રમાં જણાવામા આવ્યુ હતુ કે.૨૦૦૭ના વર્ષથી અમારી નિમણુક કરવામા આવી હતી.સરકારના નિયમો મુજબ અમે કામગીરી કરીએ છે.અમારી પાસે સગર્ભા નોધણી,ધાત્રીમાતાની દેખભાળ તેમજ રસીકરણ સહિતની જનસેવાને લગતી આરોગ્યની તમામ કામગીરી કરીએ છે.પરંતુ સરકારે અમારો ફિકસ પગાર કર્યો નથી.અને અમને માનદવેતન આપવામા આવે છે.કોરોના જેવી વૈશ્વિક મહામારીમા અમે ઘરેઘરે જઇ સર્વે કરીને રાતદિવસ ફરજ બજાવી હતી.હવે સરકાર અમને લેખિતમાં અમને ફિકસ પગારની ખાતરીના આપે.અમારી સરકાર માંગ નહી સ્વીકારે અચોક્કસ મૂદતની હડતાલ પર ઉતરી જવાની ચીમકી પણ ઉચ્ચારી છે.આવેદનપત્ર આપવા માટે શહેરા તાલુકાની આશાવર્કર બહેનો મોટી સંખ્યામાં હાજર રહી હતી.


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments