પંચમહાલ:- શિક્ષકો અને જીઆરડી જવાનો ને કોવીડ રસી મૂકવામા આવી.
પંચમહાલ, પંચમહાલ જીલ્લાના શહેરા ખાતે આજે શિક્ષક અને જીઆરડી જવાનોનુ કોરોન રસીકરણ કરવામા આવ્યુ હતુ.શહેરા રેફરલ હોસ્પિટલ ખાતે ઉભા કરવામા આવેલા રસીકરણ કેન્દ્ર ખાતે રસી મૂકવામા આવી હતી.પંચમહાલ જીલ્લામા રસીકરણની કામગીરી ધીમે ધીમે આગળ વધી રહી છે.જેમા પહેલા આરોગ્યવિભાગના કર્મચારીઓ તેમજ આ
પંચમહાલ,
પંચમહાલ જીલ્લાના શહેરા ખાતે આજે શિક્ષક અને જીઆરડી જવાનોનુ કોરોન રસીકરણ કરવામા આવ્યુ હતુ.શહેરા રેફરલ હોસ્પિટલ ખાતે ઉભા કરવામા આવેલા રસીકરણ કેન્દ્ર ખાતે રસી મૂકવામા આવી હતી.પંચમહાલ જીલ્લામા રસીકરણની કામગીરી ધીમે ધીમે આગળ વધી રહી છે.જેમા પહેલા આરોગ્યવિભાગના કર્મચારીઓ તેમજ આંગણવાડી કાર્યકરો અને તેડાગર, આશાવર્કર સહિતના ઓને રસી મૂકવામા આવી હતી.રવિવારના રોજ શહેરા ખાતે આવેલી રેફરલ હોસ્પિટલના કોવિડ રસીકરણ કેન્દ્ર ખાતે જીઆરડી જવાનો, મહિલા જવાનો,શિક્ષકોને રસીમુકવામા આવી હતી.નોધનીય છેકે કોરોનાકાળ બાદ લોકડાઉનમા જીઆરડી જવાનો દ્વારા કોરોના વોરિર્યસ બનીને કામગીરી કરવામા આવી હતી.શિક્ષકોએ પણ હોમલર્નિગ સહિતની કામગીરી કરી હતી.જાંબૂઘોડા ખાતે પણ રસીકરણ કાર્યક્રમ રાખવામા આવ્યો હતો.
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com