25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

સની દેઓલનો પુત્ર રાજવીર પણ બોલીવૂડમાં ડેબ્યુ કરે તેવી શક્યતા.

બોલીવૂડમાં એક પછી એક સ્ટાર કિડ ડેબ્યુ કરી રહ્યા છે. તેમાં હવે સની દેઓલના નાના પુત્ર રાજવીરનું નામ પણ બોલાઇ રહ્યું છે. કહેવાય છે કે, સનીનો આ નાનો પુત્ર રાજવીર બોલીવૂડમાં ડેબ્યુ માટે તૈયાર છે.સની દેઓલે મોટા પુત્ર કરણને પોતાની ફિલ્મ દ્વારા એન્ટ્રી આપી હતી. કરણે પલ પલ દિલ કે પાસ હૈ ફિલ્મથી ક

બોલીવૂડ, સોશિયલમીડિયા, સની દેઓલ, પુત્ર , ડેબ્યુ
હવે કરણનો નાનો ભાઇ રાજવીર પણ ફિલ્મોમાં ભાગ્ય ચમકાવા આવી રહ્યો છે.

બોલીવૂડમાં એક પછી એક સ્ટાર કિડ ડેબ્યુ કરી રહ્યા છે. તેમાં હવે સની દેઓલના નાના પુત્ર રાજવીરનું નામ પણ બોલાઇ રહ્યું છે. કહેવાય છે કે, સનીનો આ નાનો પુત્ર રાજવીર બોલીવૂડમાં ડેબ્યુ માટે તૈયાર છે.


સની દેઓલે મોટા પુત્ર કરણને પોતાની ફિલ્મ દ્વારા એન્ટ્રી આપી હતી. કરણે પલ પલ દિલ કે પાસ હૈ ફિલ્મથી કારકિર્દી શરૂ કરી, જોકે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ ઉકાળી શકી નથી. હવે કરણનો નાનો ભાઇ રાજવીર પણ ફિલ્મોમાં ભાગ્ય ચમકાવા આવી રહ્યો છે. 


સૂત્રના અનુસાર, રાજવીર જે ફિલ્મથી ડેબ્યુ કરવાનો છે, તે ફિલ્મનો ડાયરેકટર સૂરજ બડજાત્યાનો પુત્ર અવનિશ હશે. અવનિશ પણ આ ફિલ્મથી દિગ્દર્શન ક્ષેત્રે ડ્બ્યુ કરવાનો છે. 


જોકે આ ફિલ્મ છેલ્લા બે વરસથી અટકી પડી છે. 


સોશિયલમીડિયાના પોર્ટલના અનુસાર, આ ફિલ્મ યે જવાની હૈ દીવાની પર આધારિત હશે. આ ફિલ્મમાં ઘણા યુવા કલાકારો જોવા મળશે. જોકે ફિલ્મના મુખ્ય પાત્રમાં  રાજવીર જોવા મળે તેવી શક્યતા છે. આ ફિલ્મ એક વેડિંગ રોમકોમ પર હશે. રાજવીરના ડેબ્યુને લઇને આ ફિલ્મની કોઇ સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી.


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments