25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

ગોધરા નગરપાલિકાના પ્રમૂખ સંજય સોનીએ નાગરીકોને કોરોનાથી બચવા જાતે માસ્ક પહેરાવ્યા

ગોધરા, પંચમહાલ જીલ્લાના ગોધરા નગરપાલિકાના નવનિયુક્ત પ્રમૂખ સંજયકુમાર સોની બન્યા છેશહેરમા કોરોનાના કેસોની સંખ્યાને લઇને પાલિકાના નવનિયુક્ત પ્રમુખ નગરજનોની ચિંતા કરીને તેમની વચ્ચે જાતે જઈને માસ્કનુ વિતરણ કરીને માસ્ક પહેરાવ્યા હતા.પંચમહાલ જીલ્લામા કોરોના રવિવારે ૨૭ કેસો  નોંધાય

ગોધરા, પંચમહાલ જીલ્લાના ગોધરા નગરપાલિકાના નવનિયુક્ત પ્રમૂખ સંજયકુમાર સોની બન્યા છે

શહેરમા કોરોનાના કેસોની સંખ્યાને લઇને પાલિકાના નવનિયુક્ત પ્રમુખ નગરજનોની ચિંતા કરીને તેમની વચ્ચે જાતે જઈને માસ્કનુ વિતરણ કરીને માસ્ક પહેરાવ્યા હતા.


પંચમહાલ જીલ્લામા કોરોના રવિવારે ૨૭ કેસો  નોંધાયા હતા.જેમા ૧૫ કેસો શહેરી વિસ્તારમા નોંધાયા હતા.એક તરફ તંત્ર માસ્કનો વધુને વધુ ઉપયોગ કરવા અપીલ કરી રહ્યુ છે.છતા કેટલાક લોકો માસ્કનો ઉપયોગ કરવામા જાણે નાનમ અનુભવતા હોય છે.તેની સાથે સામાજીક અંતર જાળવવુ પણ મહત્વની બાબત છે.ગોધરા શહેરના નવનિયુક્ત પ્રમુખ સંજયભાઈ સોની દ્વારા નગરજનો કોરોનાના સક્રમણનો ભોગ ન બને તેના ભાગરૂપે માસ્ક વિતરણ કર્યુ હતુ, જેમા તેમને રીક્ષાચાલકો,નાના ધંધા રોજગાર કરતા, તેમજ શ્રમજીવી વર્ગ વાહનચાલકો જે માસ્ક પહેર્યા વગર ફરતા હતા તેમને માસ્કનું વિતરણ કર્યુ હતુ તેમજ આ કોરોનાની મહામારીમાં વાયરસની અસર ના થાય તે માટે માસ્કનો ઉપયોગ કરવા પણ અપીલ કરી હતી.માસ્ક વિતરણમાં પાલિકાના સભ્યો પણ જોડાયા હતા.પ્રમુખની માસ્ક વિતરણની કામગીરીને ગોધરા નગરવાસીઓએ પણ વખાણી હતી.નગરપાલિકાના પ્રમુખ બન્યા બાદ તેઓ ગોધરા માટે હિતલક્ષી નિર્ણયો લઈ રહ્યા છે.


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments