25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

પંચમહાલ:- મોરવા (હ) વિધાનસભા મત વિભાગના સામાન્ય નિરીક્ષકઅને ચૂંટણી ખર્ચ નિરીક્ષક નિમાયા

મોરવા હડફ,  નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર 125- મોરવા હડફ વિધાનસભા પેટાચૂંટણી અંતર્ગત પેટાચૂંટણી દરમિયાન આદર્શ આચારસંહિતાની અમલવારી કરવા તેમજ ચૂંટણી ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ રાખવા તેમજ એમ.સી.સી.ની ટીમોને ફરિયાદો અંગે ભારતીય ચૂંટણી પંચ દ્વારા જનરલ ઓબ

મોરવા હડફ,

  નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર 125- મોરવા હડફ વિધાનસભા પેટાચૂંટણી અંતર્ગત પેટાચૂંટણી દરમિયાન આદર્શ આચારસંહિતાની અમલવારી કરવા તેમજ ચૂંટણી ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ રાખવા તેમજ એમ.સી.સી.ની ટીમોને ફરિયાદો અંગે ભારતીય ચૂંટણી પંચ દ્વારા જનરલ ઓબ્ઝર્વર તેમજ ખર્ચ ઓબ્ઝર્વરની નિમણૂંક કરવામાં આવી છે.  125-મોરવા હડફ વિધાનસભા મત વિભાગના  સામાન્ય નિરીક્ષક-જનરલ ઓબ્ઝર્વર તરીકે હરપ્રીત સિંઘ (આઈ.એ.એસ.)ની નિમણૂંક કરવામાં આવી છે. 


તેઓ 125- મોરવા હડફ વિધાનસભા મતવિસ્તારમાં ચૂંટણીને લગતી સામાન્ય વ્યવસ્થા ઉપર નજર રાખશે. તેઓનો સંપર્ક મોબાઈલ નંબર 8758130746 તેમજ લેન્ડ લાઈન નં- 02672 247960 પર કરી શકાશે. આ ઉપરાંત,   ચૂંટણી ખર્ચના નિરીક્ષક- એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર તરીકે મૃત્યુંજય સૈની (આઈસીએએસ)ની નિમણૂંક કરવામાં આવી છે, જેઓ ઉમેદવારોના ચૂંટણી ખર્ચ ઉપર દેખરેખ રાખશે. તેઓનો સંપર્ક મોબાઇલ નંબર 8758131746 તેમજ લેન્ડલાઈન ટેલિફોન નંબર- 02672 247958 પર કરી શકાશે. આ અધિકારીઓ ગોધરા સર્કિટ હાઉસ ખાતે રોકાયા છે.


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments