શહેરા: અણિયાદ ચોકડી પાસે ઇજા પામેલા ગલુડીયાની સારવાર કરતી કરૂણા એનિમલની ટીમ.
શહેરા,વાહનોથી ધમધમતા ગોધરા-શહેરા હાઈવે માર્ગ પર કોઇ અજાણ્યા વાહનની અડફેટે અણિયાદ ચોકડી શહેરા પાસે નાના ગલુડીયાને ઇજા પહોચી હતી.તે વખતે ત્યાથી પસાર થતા સલામપુરાના યુવાન હસમૂખ સોલંકીએ જીવદયા દાખવીને કરૂણા એનિમલ હેલ્પલાઈન ૧૯૬૨ને ફોન કર્યો હતો.ત્યા થોડીવારમા જ કરૂણા એમ્બ્યૂલન્સ આવી
શહેરા,
વાહનોથી ધમધમતા ગોધરા-શહેરા હાઈવે માર્ગ પર કોઇ અજાણ્યા વાહનની અડફેટે અણિયાદ ચોકડી શહેરા પાસે નાના ગલુડીયાને ઇજા પહોચી હતી.તે વખતે ત્યાથી પસાર થતા સલામપુરાના યુવાન હસમૂખ સોલંકીએ જીવદયા દાખવીને કરૂણા એનિમલ હેલ્પલાઈન ૧૯૬૨ને ફોન કર્યો હતો.
ત્યા થોડીવારમા જ કરૂણા એમ્બ્યૂલન્સ આવી પહોચી હતી.અને ડોકટરોની ટીમ દ્વારા નાના ગલૂડીયા ની સ્થળ પર સારવાર કરવામા આવી હતી.તેના પગે ઇજા થઈ હોવાથી પગે પાટો બાંધીને સારવાર કરવામા આવી હતી.પોતાની સામાજીક ફરજ અદા કરીને મૂંગા પશુઓની સારવારનુ ઉત્તમ ઉદાહરણ કરૂણા ટીમે પુરૂ પાડ્યુ હતૂ.
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com