25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

પંચમહાલ: શહેરામાં કોરોના સંક્રમણ અટકાવવા તંત્ર અને વેપારીઓની વચ્ચે બેઠક યોજાઈ, સર્વાનુમતે લેવાયો આ નિર્ણય.

શહેરા, પંચમહાલ જીલ્લામાં વધતા કોરોના કેસોને લઈને તાલૂકા મથક શહેરામાં ત્રણ દિવસનૂ સંપૂર્ણ લોકડાઉન બાદમાં શહેરા બજાર સવારનાં ૮થી સાંજના ૪ સુધી ખૂલ્લુ રાખવાનો નિર્ણય રાખવામાં આવ્યો છે.આજે વેપારીઓ અને તંત્રના અધિકારીઓ,પોલીસ સહિતના અધિકારીઓની બેઠક મળી હતી જેમા આ નિર્ણય સર્વાનુમતે લેવ

શહેરા,

પંચમહાલ જીલ્લામાં વધતા કોરોના કેસોને લઈને તાલૂકા મથક શહેરામાં ત્રણ દિવસનૂ સંપૂર્ણ લોકડાઉન બાદમાં શહેરા બજાર સવારનાં ૮થી સાંજના ૪ સુધી ખૂલ્લુ રાખવાનો નિર્ણય રાખવામાં આવ્યો છે.આજે વેપારીઓ અને તંત્રના અધિકારીઓ,પોલીસ સહિતના અધિકારીઓની બેઠક મળી હતી જેમા આ નિર્ણય સર્વાનુમતે લેવામાં આવ્યો હતો.

ગૂજરાતમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે.ત્યારે પંચમહાલમાં પણ કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.ખાનગી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે.તાવ,શરદી,ખાંસીના કેસો વધી રહ્યા છે.વધુમાં લગ્નગાળો ચાલતો હોવાથી દૂકાનોમાં પણ ભીડભાડ રહેતી હોય છે.તેના કારણે કોરોનાનુ સંક્રમણ વધવાની શક્યતા વધી જાય છે.કોરોનાની વધતી ચેઈન તોડવા માટે આખરે વેપારીઓ અને તંત્રના અધિકારીઓની મીંટીગનુ આયોજન શહેરા સેવાસદન કચેરી ખાતે કરવામાં આવ્યુ હતૂ.શહેરા વેપારી એસોસિયન અને તંત્ર દ્વારા યોજાયેલી ૩દિવસ લોકડાઉન કરવાનો નિર્ણય કરવામા આવ્યો છે.આ નિર્ણય વેપારીઓએ સ્વેચ્છિક નિર્ણય લેવામાં આવ્યો હતો. વધુમા બુધવાર,ગુરૂવાર,અને શુક્રવાર ના રોજ સ્વૈચ્છિક રીતે સંપૂર્ણ શહેરામાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું અને શનિવાર થી સવારના 8 થી સાંજના 4 વાગ્યા સુધી વેપાર ધંધા ચાલુ રાખવાનો  નિર્ણય લેવાયો છે.મિંટીગમાં મામલતદાર,પોલીસ સ્ટેશનના પીઆઈ,નગરપાલિકાના ચીફ ઓફિસર,સેનેટરી ઈન્સ્પેકટર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.વધુમા નગરજનોને પણ આ નિર્ણયને આવકાર્યો હતો.


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments