25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

ગોધરા: બખ્ખર ગામની મહિલાના પરિવારજનોને MLA સી.કે.રાઉલજીનાં હસ્તે સહાયચેકનું વિતરણ

ગોધરા, ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજીના હસ્તે તાઉતે  વાવાઝોડાથી અકસ્માતે મરણ પામેલી મહિલાના પરિવારજનોને ચાર લાખ રૂપિયાની સહાયનો એક આપવામાં આવ્યો હતો. પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના બખ્ખર ગામે તાજેતરમા આવેલા તાઉતે વાવાઝોડાને કારણે ઝાડ પડવાથી મહિલા રહીશ કંચનબેન મોહનસિંહ બારીયાનૂ

ગોધરા,

ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજીના હસ્તે તાઉતે  વાવાઝોડાથી અકસ્માતે મરણ પામેલી મહિલાના પરિવારજનોને ચાર લાખ રૂપિયાની સહાયનો એક આપવામાં આવ્યો હતો. પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના બખ્ખર ગામે તાજેતરમા આવેલા તાઉતે વાવાઝોડાને કારણે ઝાડ પડવાથી મહિલા રહીશ કંચનબેન મોહનસિંહ બારીયાનૂ અકસ્માતે મોત થતા પરિવારજનો આઘાત પામ્યા હતા. ગોધરાના ધારાસભ્ય  સી.કે.રાઉલજી દ્વારા રાજ્ય સરકારમાં લાભાર્થીને સત્વરે સહાય ચૂકવવા ભલામણ કરી હતી.આખરે તેમની  રજુઆતને પગલે  મોતને ભેટનાર મહિલાના કુટુંબીજનોને રૂપિયા 4,00,000  લાખની રકમની સહાય મંજુર કરી આપવામા આવી હતી.સહાયનો ધારાસભ્ય સી.કે.રાઉલજીના વરદહસ્તે  અર્પણ કરવામાં આવ્યો હતો.જેમા અરવિંદસિંહ પરમાર, દંડક જિલ્લા પંચાયત, પંચમહાલ,તાલુકા વિકાસ અધિકારી, ગોધરા, તાલુકા પંચાયત ના સદસ્ય, સરપંચ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments