25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

ગોધરા:બી ડીવીઝન પોલીસે ચોરીના મૂદામાલ સાથે ઇસમને પકડી પાડ્યો.

ગોધરા, પંચમહાલ જીલ્લાની ગોધરા બી ડીવીઝન પોલીસે ચોરીમા ગયેલી બાઈક તેમજ સોના ચાંદીના દાગીના,મોબાઈલ ફોન,ચલણી નોટો સાથે ૧,૨૦,૭૦૧ લાખ રૂપિયાના મૂદ્દામાલ સાથે એક ઇસમને વચલા ઓઢા મૂસ્લિમ સોસાયટી ખાતેથી ઝડપી પાડ્યો હતો.પોલીસે ઇસમ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ સૂત્

ગોધરા,

પંચમહાલ જીલ્લાની ગોધરા બી ડીવીઝન પોલીસે ચોરીમા ગયેલી બાઈક તેમજ સોના ચાંદીના દાગીના,મોબાઈલ ફોન,ચલણી નોટો સાથે ૧,૨૦,૭૦૧ લાખ રૂપિયાના મૂદ્દામાલ સાથે એક ઇસમને વચલા ઓઢા મૂસ્લિમ સોસાયટી ખાતેથી ઝડપી પાડ્યો હતો.પોલીસે ઇસમ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનૂસાર
ગોધરા શહેર બી ડીવીઝન પોલીસ મથકના પી.આઈ એચ.એન.પટેલને ખાનગી રાહે બાતમી મળી હતી કે જૂબેર રફીક વલીવાંકા રહે વચલા ઓઢા મૂસ્લિમ સોસાયટી ખાતે ઉભો છે.તેવી બાતમીના આધારે પોલીસ ટીમે તેની પુછપરછ કરતા તેની પાસેથી બાઈક મળી આવી હતી.અને તેના ઘરમા તપાસ કરતા સોનાચાંદીના દાગીના,મોબાઇલ ફોન,ચલણી સિક્કા, અન્ય ચીજ વસ્તુ મળીને ૧,૦૫,૭૦૧ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને ચોરીની મોટરસાઈકલનો ગૂનો ડીટેકટ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments