25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

મુખ્યમંત્રી રૂપાણીના અધ્યક્ષસ્થાને ‘વનબંધુ કલ્યાણ યોજના-૨” સર્વસ્પર્શી અને ઝડપી અમલીકરણ માટે સમીક્ષા બેઠક યોજાઇ

મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને “વનબંધુ કલ્યાણ યોજના પાર્ટ-૨”ને સર્વસ્પર્શી બનાવવા અને તેના ઝડપી અમલીકરણ માટે વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે આજે ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ, આદિજાતિ મંત્રીશ્રી ગણપતભાઇ વસાવા અન

મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને “વનબંધુ કલ્યાણ યોજના પાર્ટ-૨”ને સર્વસ્પર્શી બનાવવા અને તેના ઝડપી અમલીકરણ માટે વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે આજે ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજાઇ હતી. 

જેમાં નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ, આદિજાતિ મંત્રીશ્રી ગણપતભાઇ વસાવા અને આદિજાતિ રાજ્ય મંત્રીશ્રી રમણભાઇ પાટકર પણ ઉપસ્થિત રહીને જરૂરી સૂચનો કર્યા હતા. 

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આ વર્ષના બજેટમાં આદિજાતિ લોકોના સર્વાંગી વિકાસ માટે રૂ. ૧ લાખ કરોડની વનબંધુ કલ્યાણ યોજના પાર્ટ-૨ આગામી પાંચ વર્ષ માટે જાહેર કરી છે. આ યોજના હેઠળ મહત્તમ લોકોને લાભ મળે તે માટે આદિજાતિ વિસ્તારનો ટકાઉ વિકાસ થાય તે પ્રકારના કામો કરવા પડશે. આ વિસ્તારમાં તમામ લોકોને આવરી લેતી યોજનાઓ ઉપર વધુ ભાર મૂકવો પડશે જેથી આ વિસ્તારના લોકોમાં સામાજિક, આર્થિક અને શૈક્ષણિક ક્ષેત્રે વધુ બદલાવ લાવી શકાશે તેમ તેમણે ઉમેર્યું હતું. 
આદિજાતિના ૧૪ જિલ્લાના લોકોની વર્તમાન જરૂરિયાતને સમજી- જાણીને આ યોજનામાં સામેલ કરવાનું પણ મુખ્યમંત્રીશ્રીએ આ બેઠકમાં સૂચન કર્યું હતું.
આ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્રસચિવશ્રી કે. કૈલાસનાથન, વિવિધ વિભાગોના અધિક મુખ્ય સચિવશ્રીઓ, સચિવશ્રીઓ, નિયામકશ્રીઓ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

આદિજાતિ વિભાગના સચિવશ્રી ડૉ. મુરલીક્રિશ્નાએ આ પ્રસંગે વનબંધુ કલ્યાણ યોજના-૨નું વિગતવાર પ્રેઝન્ટેશન રજુ કર્યું હતું.  

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments