25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

પંચમહાલ:-ચાલો શ્વાસ વાવીએ'' અંતર્ગત શહેરા તાલુકામાં સુથાર ફળીયા ધાંધલપુર પ્રા.શાળા ખાતેથી 1 લાખ વૃક્ષારોપણના સંકલ્પનો શુભારંભ

'' બી.આર.સી.કૉ.ઓર્ડીનેટર શહેરા ડૉ.કલ્પેશ આર.પરમારના આયોજન મુજબ આજરોજ શહેરા તાલુકામાં સુથાર ફળિયા ધાંધલપુર પ્રા.શાળા ખાતે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ.ધર્મેન્દ્રકુમાર ભમાતના અધ્યક્ષ, મુખ્ય મહેમાન મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ મેહુલ ભરવાડ, અતિથિ વિશેષ નિવૃત્ત આર.એફ.

''

બી.આર.સી.કૉ.ઓર્ડીનેટર શહેરા ડૉ.કલ્પેશ આર.પરમારના આયોજન મુજબ આજરોજ શહેરા તાલુકામાં સુથાર ફળિયા ધાંધલપુર પ્રા.શાળા ખાતે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ.ધર્મેન્દ્રકુમાર ભમાતના અધ્યક્ષ, મુખ્ય મહેમાન મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ મેહુલ ભરવાડ, અતિથિ વિશેષ નિવૃત્ત આર.એફ.ઓ. વી.ડી.પરમાર, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ચેતનાબેન પરમાર, સી.આર.સી.કૉ.ઓર્ડીનેટર પરેશપુરી ગોસ્વામી, ગોવિંદ મહેરા, જયપાલસિંહ બારીઆ, શ્રવણ લબાના, બીટ કેળવણી નિરીક્ષક સરદારસિંહ, પૂર્વ ઈન્ચાર્જ ટી.પી.ઈ.ઓ. વિનોદભાઈ પટેલ, સરપંચ, તાલુકા ડેલીકેટ, અન્ય શિક્ષણ પરિવાર, ગ્રામ જનો, શાળા વ્યવસ્થા સમિતિ સભ્યો, સંગીત વાદ્યકારો વગેરે તાલુકા કક્ષાના વૃક્ષરોપણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં કોરોના મહામારીમાં સતલોકવાસી થયેલ માટે બે મિનિટ મૌન પાડી ફુલછડી, શાલ અને તુલસીના કુંડા દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ડૉ.કલ્પેશ પરમારે શાબ્દિક સ્વાગત  કરી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. જેમાં શહેરા તાલુકાના શિક્ષણ પરિવાર દ્વારા આજથી શુભારંભ કરી એક લાખ વૃક્ષારોપણ કરવાનો દ્રઢ સંકલ્પ કરવામાં આવ્યો છે. વી.ડી.પરમારે ધાયકા ખાતે આવેલ નર્સરીમાંથી ગળો, લીમડા અને અન્ય વૃક્ષો મફત આપવાનું જણાવ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષ ડૉ.ધર્મેન્દ્રકુમાર ભમાતે જણાવ્યું હતું કે, ભૌગોલિક પરિસ્થિતિ મુજબ 33 % વૃક્ષો જોઈએ તેની સામે માત્ર 7.5 % ઘટીને 6 % થઈ ગયા છે. વર્તમાન સમયે ઓક્સિજનની અછત, ગત વર્ષે શહેરા તાલુકાએ જિલ્લાના 5 લાખની સામે 2 લાખ જેટલા વૃક્ષારોપણ કર્યું હતું. વૃક્ષો જમીનનું ધોવાણ અટકાવે છે, વધુ વરસાદ આપે છે, ફળ - ફૂલો અને આજીવિકા પુરી પાડે છે, આર્યુવેદીક વૃક્ષો વધુ વાવવા, ઉનાળામાં તેનું જતન કરવું વગેરે માર્ગદર્શન આપ્યું હતું. બી.આર.સી.શહેરા ''ચાલો શ્વાસ વાવીએ'' સંકલ્પને બિરદાવી શાળા પરિવાર, આયોજન કર્તા અને અન્ય સહભાગી શિક્ષણ પરિવાર અભિનંદન પાઠવ્યા હતા. તેમજ કોવિડ લેવા માટે સૌને આહવાન કર્યું હતું.

નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ.ધર્મેન્દ્રકુમાર ભમાત અને મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ મેહુલ ભરવાડ, નિવૃત આર.એફ.ઓ.વી.ડી.પરમારે અને સૌ ઉપસ્થિત તમામે સંગીતના સૂર સાથે વૃક્ષારોપણ કર્યું હતું. તેમજ સમગ્ર તાલુકામાં આજે 41 હજાર જેટલું વૃક્ષારોપણ શાળા, બાળકોના ઘરે અને અન્ય પડતર જમીનમાં કરવામાં આવ્યું હતું. સમગ્ર સંચાલન ઉત્કૃષ્ઠ ભીખાભાઈ પરમારે કર્યું હતું. બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરાએ સૌ શિક્ષણ પરિવારે આપેલા સહકાર બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન કોવિડ - 19 અદ્યતન ગાઈડલાઈન અનુસરવામાં આવી હતી.


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments