25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને મળેલ કેબિનેટબેઠકમાં આ મૂદાઓ પર કરાઈ ચર્ચા

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને આજેકેબીનેટની બેઠક મળી હતી જેમાં અલગ-અલગ મુદાઓપર વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી હાલ રાજયમાંકોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે. જયારે છૂટછાટ વધારવાઅને રસીકરણની ચર્ચાઓ મુખ્ય કેન્દ્ર સ્થાને હતી. કોરોનાની ત્રીજી લહેર, ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ, રસ

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને આજે
કેબીનેટની બેઠક મળી હતી જેમાં અલગ-અલગ મુદાઓ
પર વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી હાલ રાજયમાં
કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે. જયારે છૂટછાટ વધારવા
અને રસીકરણની ચર્ચાઓ મુખ્ય કેન્દ્ર સ્થાને હતી.

કોરોનાની ત્રીજી લહેર, ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ, રસીકરણ,
સ્કૂલ ફી, વરસાદ અને વાવેતર, કોલેજ-
યુનિવર્સિટીઓમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા અંગે
સમીક્ષા અને ચર્ચા કરાય

દર બુધવારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં
રાજય સરકારની કેબીનેટ બેઠક મળે છે. જેમાં રાજયમાં
ચાલી રહેલી સ્થિતિ અંગે ચર્ચાઓ કરવામાં આવતી હોય
છે અને સ્થિતિ થાળે પાડવા માટેનું વિસ્તૃત આયોજન
કરવામાં આવતું હોય છે.


આજે મળનારી કેબીનેટ બેઠકમાં ગુજરાતમાં આવનારા
દિવસોમાં આવનારી કોરોનાની સંભવીત ત્રીજી લહેર,
રાજયમાં મળી આવેલા કોરોનાના ડેલ્ટા પ્લસ વેરીએન્ટના
ત્રણ કેસો અને સ્કૂલ ફી અંગે ચર્ચા કરવામાં આવી હતી.
કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવા રસીકરણ જ સૌથી
શ્રેષ્ઠ ઉપાય છે. છેલ્લા એકાદ સપ્તાહથી વેકિસનના
અપૂરતા જથ્થાના કારણે રાજયભરમાં વેકિસનેશનની
કામગીરી પર અસર પહોચી છે. ત્યારે કેબીનેટમાં રાજયમાં
ફરી રસીકરણની કામગીરી પૂરજોશમાં કેવી રીતે શરૂ કરી
શકાય તે અંગે પણ વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી.
સમગ્ર ગુજરાતમાં વાવણીલાયક વરસાદ વરસી ગયા બાદ
સારા એવા પ્રમાણમાં વાવેતર થવા પામ્યું છે. વરસાદ અને
વાવેતર અંગે પણ ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી.
કોરોનાનું સંક્રમણ ઘટતા હવે ગુજરાતમાં કોલેજો તથા
યુનિવર્સિટીમાં ઓફ લાઈન શિક્ષણ શરૂ કરવા માટેની મંજૂરી
આપી શકાય કે કેમ તે વિષયે પણ ચર્ચા કરવામાં આવી
હતી. યોગ્ય સમીક્ષા કરી આ અંગે મંજૂરી આપવાનો
નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજયનાં 18 શહેરમાં હાલ
નાઈટ કરફયુ લાગુ છે. અને કેટલીક પાબંધી લગાડવામાં
આવી છે. જે આગામી 5 જુલાઈના રોજ પૂર્ણ થઈ રહી છે.
ત્યારે કરફયુ અને પાબંધી લંબાવવી કે છૂટછાટ આપવી તે
અંગે પણ કેબીનેટમાં ચર્ચા થયાનું જાણવા મળી રહ્યું છે.


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments