પાળીયાદ, રતનપરના વાહન ચાલકો પડતીહાલાકી
બોટાદ જિલ્લાના પાળીયાદ મથકના સાયલા અને પાળીયાદ પાસે રતનપર બ્રિજની કામગીરી ખોરંભે ચડતાવાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. હાલ વરસાદી વાતાવરણના કારણે વાહન ચલાવી શકાય તેવી પણ પોજીશન ન હોય જેને લઇ બોટાદ જિલ્લા કલેકટર દ્વારા તાત્કાલિક બ્રિજની કામગીરી અધુરી છે તે પૂર્ણ કરવામાં આવે તેવી મા
બોટાદ જિલ્લાના પાળીયાદ મથકના સાયલા અને પાળીયાદ પાસે રતનપર બ્રિજની કામગીરી ખોરંભે ચડતા
વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. હાલ વરસાદી વાતાવરણના કારણે વાહન ચલાવી શકાય તેવી પણ પોજીશન ન હોય જેને લઇ બોટાદ જિલ્લા કલેકટર દ્વારા તાત્કાલિક બ્રિજની કામગીરી અધુરી છે તે પૂર્ણ કરવામાં આવે તેવી માગણી વાહન ચાલકો દ્વારા કરવામાં આવી છે.
બોટાદ જિલ્લાના સાયલા અને પાળીયાદ, રતનપર, જોડતા મુખ્ય રસ્તાના બ્રીજની કામગીરી ઘણા સમયથી અધૂરી રહેતાં વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તાત્કાલિક કામગીરી હાથ ધરવી જોઈએ તેવી માંગ કરી છે. હાલ ચોમાસાની શુભ શરૂઆત થઈ ચુકી હોય ત્યારે ચોમાસાનું પાણી આ રોડ ઉપરથી વહેવા લાગતા વાહન પણ ચલાવી શકાતા નથી.જે બાબત ગંભીર ગણી બ્રિજની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવાની માંગ ઉઠી છે.
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com