25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

પંચમહાલ: શિવરાજપુર પાસેના રિસોર્ટમા ચાલતી જૂગારની મહેફીલ પર LCB પોલીસનો દરોડો,માતરના ધારાસભ્ય સહિત ૨૬ લોકો સામે ફરિયાદ

પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકાના શિવરાજપુર પાસેના જંગલમા આવેલા જીમીરા રિસોર્ટની એક રૂમમાં હાઈપ્રોફાઈલ કોઈન પધ્ઘતિથી ચાલતા જુગારધામના પંચમહાલ જીલ્લા એલસીબી પોલીસ અને પાવાગઢ પોલીસે રેડ કરીને રંગમાં ભંગ પાડતા નાસભાગ મચી જવા પામી હતી.જેમા ખેડા જિલ્લાની માતર વિધાનસભા બેઠકના ભાજપના ધ

પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકાના શિવરાજપુર પાસેના જંગલમા આવેલા જીમીરા રિસોર્ટની એક રૂમમાં હાઈપ્રોફાઈલ કોઈન પધ્ઘતિથી ચાલતા જુગારધામના પંચમહાલ જીલ્લા એલસીબી પોલીસ અને પાવાગઢ પોલીસે રેડ કરીને રંગમાં ભંગ પાડતા નાસભાગ મચી જવા પામી હતી.જેમા ખેડા જિલ્લાની માતર વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી.અમદાવાર,સુરત સહિતના શહેરોંના લોકો તેમજ સાત જેટલી યુવતીઓનો પણ સમાવેશ થતો હતો.પોલીસે રિસોર્ટ ખાતેથી રોકડ રકમ. લેપટોપ,મોઘીદાટ કારો સહીત ૧,૧૫,૭૨,૭૪૦ કરોડ રુપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને 26 આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસની રેડમાં ભાજપના ધારાસભ્ય જુગાર રમતા ઝડપાતા ગુજરાતના રાજકીય વર્તળોમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો.


પોલીસદ્વારા તમામ આરોપીઓને પુછપરછ કરવામા આવી હતી. પકડાયેલા લોકોમાં સાત જેટલી સ્વરુપવાન   મહીલાઓ પકડાતા ભારે ચર્ચાઓ જાગી હતી. જેમા ત્રણ મહીલાઓ નેપાળની હોવાની વિગતો બહાર આવી છે. આ મહીલાઓ પોતે જુગાર રમવા આવી હોવાની વિગતો પ્રાથમિક તપાસમા બહાર આવી છે.અહી હાઈપ્રોફાઈલ જુગાર  વિદેશોમા કેસીનોમાં જે રીતે  રમાય છે તે પધ્ધતિથી રમાતો હતો. જેમા પ્લાસ્ટિકના અલગ અલગ ભાવવાળા કોઈનનો ઉપયોગ કરવામા આવતો હતો. શુક્રવારે સવારે પાવાગઢ પોલીસ સ્ટેશને ખાતે લાવામા આવ્યા હતા.ત્યારબાદ તેમનુ મેડીકલ ચેકએપ કરવામા આવ્યુ હતુ.પોલીસે રિસોર્ટ ખાતેથી રોકમ રકમ. લેપટોપ,મોઘીદાટ કારો સહીત ૧,૧૫,૭૨,૭૪૦ કરોડ રુપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને  જુગાર રમતા ઈસમો મહીલા,તેમજ ધારાસભ્ય સહિત 26 જણ સામે જુગારધારા હેઠળ ગુનો નોધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments