25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

ધુપ-છાંવ બફારા સાથેવરસાદ ખેંચાતા ખેડુતોમાંચિંતા

રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધુપ-છાંવ સાથે બફારો યથાવતછે અને વરસાદ ખેંચાતા ચિંતાના વાદળો છવાયા છે. ચોમાસાનાપ્રારંભે જે વિરતારોમાં વાવણી થઇ છે ત્યાં વરસાદ ન પડે તોપાક નિષ્ફળ જવાની સંભાવના છે અને સૌ કોઇ સાર્વત્રીકવરસાદની રાહ જોઇ રહયા છે. રાજયમાં વરસાદ ખેંચાતાહવામાન વિભાગે આગાહી કર

રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધુપ-છાંવ સાથે બફારો યથાવત
છે અને વરસાદ ખેંચાતા ચિંતાના વાદળો છવાયા છે. ચોમાસાના
પ્રારંભે જે વિરતારોમાં વાવણી થઇ છે ત્યાં વરસાદ ન પડે તો
પાક નિષ્ફળ જવાની સંભાવના છે અને સૌ કોઇ સાર્વત્રીક
વરસાદની રાહ જોઇ રહયા છે. રાજયમાં વરસાદ ખેંચાતા
હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 10 15
દિવસ સુધી વરસાદ પડવાની શકયતા નહીવત છે અને ત્યાર
બાદ ફરી સીસ્ટમ સક્રિય થતા વરસાદ વરસશે.
હવામાન વિભાગના અધિકારી દ્વારા પ્રાપ્ત માહીતી મુજબ હાલ
બ્રેક મોન્સુન સીસ્ટમ સક્રિય થઇ છે અને વરસાદ લાવવા માટે જે
પવન ઉપયોગી સાબીત થતી હોય તે હાલ હિમાલય તરફ વધતા
વરસાદ આવવામાં અવરોધ ઉભો થયો છે.

આ 10 દિવસના સમયગાળા બાદ ફરી વરસાદ માટેની સીસ્ટમ
સક્રિય થયા બાદ વરસાદ આવશે તેવું પણ જણાવવામાં આવ્યું
હતું. કાલે આ સીસ્ટમ સક્રિય થતા સમગ્ર રાજયને અસર
પહોંચી છે. આ સીસ્ટમ સક્રિય થવા પાછળનું મુખ્ય કારણ એ
છેકે પવનની ગતી વધુ હોવાના કારણે જે વાદળો બંધાવા
જોઇએ તે બંધાતા નથી. બીજી તરફ બંગાળની ખાડી પરના
વિષુવવૃત પર લો-પ્રેશર સીસ્ટમ સક્રિય થતા બ્રેક-મોન્સુન શકય
બનતું હોય છે.

ધોરાજી અને આજુબાજુના વિસ્તારોમાં સારો વરસાદ
પડતા ધરતી પુત્રોએ મગફળી, કપાસ, સોયાબીન
સહીતની ખેતરોમાં વાવણીમાં વાવેલ અને હાલ વરસાદ
ખેંચાતા ધરતીપુત્રો ચિંતા કરવા લાગેલ છે. જો
તાત્કાલીક વરસાદ થાય તો સારૂ નહી તો મોંઘા ભાવના
બીયારણ લઇને બીજી વાર વાવણી કરર્વી પડે અને
હાલ જોરદાર ગરમી પડી રહી છે. વાવેલ પર વરસાદ
જોય પણ મેઘરાજા મહેર કરતા નથી અને ધરતીપુત્રો
ચિંતામાં છે.


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments