25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

પ્રજાના પ્રતિનિધિઓ અને અધિકારીઓ સાથેસંકલન જરૂરી: મંત્રી વાસણભાઇ આહિર

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણતેમજ પ્રવાસન વિભાગના મંત્રી વાસણભાઇનીઅધ્યક્ષતામાં પદાધિકારીઓ તેમજ અધિકારીઓ સાથેનીબેઠકમાં મોરબી જિલ્લામાં પ્રજાકીય પ્રશ્નોનું નીરાકરણલાવવાના હેતુથી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે શનિવારે મળેલ બેઠકમ

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ
તેમજ પ્રવાસન વિભાગના મંત્રી વાસણભાઇની
અધ્યક્ષતામાં પદાધિકારીઓ તેમજ અધિકારીઓ સાથેની
બેઠકમાં મોરબી જિલ્લામાં પ્રજાકીય પ્રશ્નોનું નીરાકરણ
લાવવાના હેતુથી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.


જિલ્લા કલેક્ટર કચેરી ખાતે શનિવારે મળેલ બેઠકમાં મંત્રી
વાસણભાઇ આહિરે પ્રજાના પ્રતિનિધિઓશ્રી,
પદાધિકારીશ્રીઓના મોરબી જિલ્લાના વિવિધ વહિવટી
પ્રશ્નોના યોગ્ય નિકાલ માટે અધિકારીઓને આદેશો આપી
મંજૂર થયેલા કામો નિયત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે અંગે
તાકીદ કરી હતી.આ સાથે જ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ હેઠળ
ગામડાઓમાં આંતરીક રસ્તાઓ, નગરપાલિકા હસ્તકના
જીવન જરૂરિયાતના પ્રાથમિક કામો, ટ્રાફિક, રસ્તાઓ,
આરોગ્ય, રસીકરણ અભિયાન, તાલુકા આયોજન અને
એટીવીટીના કામો, ૧૫માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી કરવાના
રહેતા કામો સહિત પ્રજાને કનડગત થતાં અન્ય પ્રશ્નો તેમજ
સમસ્યાઓ અંગે વાકેફ થઇ તેનો તલસ્પર્શી અભ્યાસ કરીને
પ્રશ્નોના નિરાકરણ લાવવા માટે પ્રયાસો હાથ ધરી
અધિકારીઓને સુચનાઓ આપવામાં આવી હતી.


આ બેઠકમાં ઉપસ્થિત પ્રજાના પ્રતિનિધિઓ તેમજ
અધિકારીઓને મોરબી જિલ્લાના વિવિધ વહિવટી પ્રશ્નોનું
નિરાકરણ લાવવા માટે મક્કમતાર્થી પ્રજાહિતના કાર્યો પૂર્ણ
કરવા અને પ્રજાની સુખાકારી માટે સતત પ્રયાસરત રહેવા
મંત્રી વાસણભાઇ આહિરે અનુરોધ કર્યો હતો.


મંત્રીશ્રી વાસણભાઇ આહિરે કોરોનાની પરિસ્થિતિ અંગે
નાગરિકોને ખાસ અપીલ કરતાં જણાવ્યું હતું કે, કોશેના
હજી ગયો નથી, કોરીનાની બીજી લહેરમાં જે ગંભીર
પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તે પરિસ્થિતિ ન આવે તે માટે
જનજાગૃતિ થાય, લોકો માસ્ક પહેરવા અંગે ગંભીરતા
દાખવે. કોરોનાની ત્રીજી લહેર માટે સરકાર સજ્જ છે પરંતુ
કોરોનાન પરિસ્થિતિ વધુ ગંભીર ન બને તે માટે પ્રજાને સાથ
સહકાર આપવા પણ મંત્રી વાસણભાઈ આહિરે નમ્ર
અપીલ કરી હતી.


સમગ્ર બેઠકની ચર્ચાના અંતે મંત્રી વાસણભાઇ આહિરે
ઉપસ્થિત પ્રજાકીય પ્રતિનિધિઓ તેમજ અધિકારીઓને
સંબોધન કરતાં જણાવ્યું હતું કે, કોઇ પણ યોજનાના ફળ
તેમજ પ્રજાના સુખાકારીના કામો પ્રજા સુધી પહોંચાડવા
માટે સંકલન ખૂબ જ જરૂરી છે. કોઇપણ કામગીરીનું સતત
ફોલોઅપ લેવાય અને ચર્ચા મુજબનું અનુકરણ કરવા પર
ભાર મુક્યો હતો.


આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ શિહોરા,
મોરબી-માળીયા વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા,
જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા,
જિલ્લા ભાજપના સર્વે મહામંત્રીઓ, અગ્રણી જિગ્નેશભાઈ
કૈલા, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, જિલ્લા
પોલીસ વડા એસ.આર. ઓડેદરા, અધિક કલેક્ટર કેતન પી.
જોષ, સબંધિત વિભાગના અધિકારીઓએ બેઠકમાં
હાજર આર્મી હતી.


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments