25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

અમરેલી ડેરી સાયન્સ કોલેજ-હોસ્ટેલનું ભૂમિપૂજન

અમરેલીના શેડુભાર નજીક આવેલી કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર સાથે સંકળાયેલી ડેરી વિજ્ઞાન મહાવિદ્યાલય ખાતે ભારત સરકારના કૃષિ, ખેડુત કલ્યાણ વિભાગના કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલા, ગુજરાત સરકારના પશુપાલન અને પાણી પુરવઠા વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, સાંસદ નારણભાઈ ક

અમરેલીના શેડુભાર નજીક આવેલી કામધેનુ યુનિવર્સિટી
ગાંધીનગર સાથે સંકળાયેલી ડેરી વિજ્ઞાન મહાવિદ્યાલય
ખાતે ભારત સરકારના કૃષિ, ખેડુત કલ્યાણ વિભાગના
કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલા, ગુજરાત સરકારના
પશુપાલન અને પાણી પુરવઠા વિભાગના કેબિનેટ મંત્રી
કુંવરજીભાઈ બાવળીયા, સાંસદ નારણભાઈ કાછડીયા અને
ગુજકોમાસોલના ચેરમેન દિલીપભાઈ સંઘાણીની પ્રેરક
ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવી રહેલ
આધુનિક સગવડો ધરાવતી હોસ્ટેલ ભવનોનો ભૂમિપૂજન
કાર્યક્રમ સંપન્ન થયો હતો.
કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર
સરકાર અને રાજય સરકાર દ્વારા આપવામાં આવેલી
સુવિધાઓ લાંબા સમય સુધી આ વિસ્તારને મળતી રહે એ
દિશામાં કાર્ય કરવા સૂચના આપી હતી.
કામધેનુ યુનિર્વસિટી અંગે વાત કરતા કેબિનેટ મંત્રી
કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, કામધેનુ
યુનિવર્સિટી દ્વારા ચલાવવામાં આવતા અભ્યાસક્રમોના લીધે
ગ્રામ્ય રોજગારી તેમજ ગ્રામ્ય આર્થિક અર્થતંત્ર મજબૂત
બને એ દિશામાં પ્રયત્નો કરવા અત્યંત જરૂરી જણાય છે
માટે કૃષિ યુનિવર્સિટીનું કેમ્પસ, ડેરી સાયન્સ જેવા
અભ્યાસક્રમો, મત્સ્યોદ્યોગ જેવા વિષયો ઉપર વિસ્તારમાં
ચર્ચા કરી હતી.
ગુજકોમાસોલના ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ જિલ્લામાં
બહારગામના વિદ્યાર્થીઓને હોસ્ટેલની સુવિધા થવાથી ઘણો
લાભ મળશે અને ખર્ચ અને સમયનો વ્યય થતો પણ
અટકશે.
આ તકે સાંસદ નારણભાઈ કાછડીયા કામધેનુ
યુનિવર્સિટીના કુલપતિ કેલાવાલા, કેલાવાલાના ધર્મપત્ની
શ્રીમતી હેમાક્ષીબેન કેલાવાલા, અમર ડેરીના ચેરમેન
અશ્વિનભાઈસાવલિયા, ડો. ડી. બી. પાટીલ, ડો. વાટલીયા,
ડેરી સાયન્સ કોલેજના ડીન અને પ્રિન્સીપાલ રામાણી અને
ડો. ભાવિક પટેલ તથા મહાવિદ્યાલયના અધિકારી/
કર્મચારીઓ તેમજ જિલ્લાના અગ્રણીઓ જોડાયા હતા.


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments