25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

વરસાદી પાણીના સંગ્રહ માટે જામનગર મનપાની પહેલ, હવે નહીં થાય રસ્તા પરપાણીનો બગાડ

જામનગર મહાનગર પાલિકાએ આ વખતે એક ખુબ જ મહત્ત્વનો પ્રોજેક્ટ હાથમાં લીધો છે. આ પ્રોજેક્ટ થકી અહીંની વર્ષો જૂની સમસ્યાનું નિરાકરણ સરળતાથી થઈ જશે. આ પ્રોજેક્ટ હેઠળ શહેરમાં વહી જતા વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરીને પાણીને ભુગર્ભમાં ઉતારવામાં આવશે. 2 કરોડ અને 6 લાખના ખર્ચે આ પ્રોજેક્ટ તૈયાર કર

જામનગર મહાનગર પાલિકાએ આ
વખતે એક ખુબ જ મહત્ત્વનો પ્રોજેક્ટ હાથમાં લીધો છે.
આ પ્રોજેક્ટ થકી અહીંની વર્ષો જૂની સમસ્યાનું નિરાકરણ
સરળતાથી થઈ જશે. આ પ્રોજેક્ટ હેઠળ શહેરમાં વહી
જતા વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરીને પાણીને
ભુગર્ભમાં ઉતારવામાં આવશે. 2 કરોડ અને 6 લાખના ખર્ચે
આ પ્રોજેક્ટ તૈયાર કરાઈ રહ્યો છે. જેમાં રસ્તા પર પાણીનો
બગાડ અટકાવી શકાશે. આ પાણીને પાઇપલાઇન થકી,
કુવા અને બોરની મદદથી જમીનના તળમાં ઉંચા લાવવામાં
આવશે. બોરના પાણીમાં ખારાશનું પ્રમાણ ઓછું થશે. આ
મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ થકી પાણીમાં ખારાશનું પ્રમાણ પણ
ખુબ જ ઓછું થશે.રોડનું પાણી પાઈપ મારફતે એક કુવામાં આવે, જે કુવામાં પાઈપ દ્વારા ઉંડા બોરમાં પાણી જાય, જેથી વરસાદી પાણી જમીનમાં ઉતરી શકે.
આ પ્રોજેકટને વોટર હાર્વેસ્ટીંગ કહેવાય છે. જે રાજયનો
પ્રથમ પ્રોજેકટ જામનગરમાં તૈયાર થયો રહ્યો છે. જામનગર
મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવ્યો છે. આ પ્રોજેકટથી
વરસાદી પાણીનો બગાડ ઓછો અને સંગ્રહ કરીને
જમીનના તળમાં ઉતારી શકાશે. આ પ્રોજેક્ટ હેઠળ વધુ
કુવા-બોર તૈયાર કરવામાં આવશે. વોટર હાર્વેસ્ટિંગ માટે
તંત્રએ સ્વસ્તિક ગાર્ડનમાં 2, ડિકેવી કોલજ કમ્પાઉન્ડમાં 2
અને તપોવન સોસાયટી સદગુરુ વિસ્તારમાં જૈન ઉપાશ્રય
સામે 1, ખાખીનગર વિસ્તારમાં સમર્પણ પ્રાર્થના કોમન
પ્લોટમાં એક રાવડીની જગ્યામાં કુવા બનાવ્યા છે.
75 બોર અને 5 કુવા બનાવાયાઃ
તંત્રએ શહેરની અલગ અલગ જગ્યાઓએ કામગીરી શરૂ
કરવામાં આવી છે. જેમાં સ્વસ્તિક સોસાયટીથી લઇ પાર્ક
કોલોની અને ત્યાંથી પંચવટી સોસાયટી સુધીના બે
કિલોમીટરના પટ્ટામાં પાઈપ લાઈન નાખીને દર 30 મીટર
100 ફૂટ ઊંડા અને 10 ઇંચ ડાયામીટર વાળા 75 બોર
અને અલગ અલગ જગ્યાઓ પર 25 ફૂટ ઊંડા અને 15
ફૂટ પહોળા 5 કુવા બનાવવામાં આવી રહ્યાં છે. શહેરના 41
વિસ્તારોમાં પણ ઝડપથી કામગીરી આગામી દિવસોમાં
હાથ ધરવામાં આવશે.


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments