મોરબી જીલ્લામાં ખેડૂતોને સિંચાઈનું પાણી આપવા રજૂઆત કરાઈ
મોરબી જીલ્લામાં ખેડૂતોને સિંચાઈનું પાણી આપી ખેડૂતોના પાક નિષ્ફળ જતા બચાવવા ટંકારા શહેર-તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા રજૂઆત કરાઈ છે ટંકારા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ ગૌતમભાઈ વામજાએ નાયબ કાર્યપાલક ઈજનેર સૌની યોજનાને રજૂઆત કરી જણાવ્યું છે કે ચોમાસાની મોસમ શરુ થઇ ગઈ છે મોરબીમાં
મોરબી જીલ્લામાં ખેડૂતોને સિંચાઈનું પાણી આપી ખેડૂતોના પાક નિષ્ફળ જતા બચાવવા ટંકારા શહેર-તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા રજૂઆત કરાઈ છે
ટંકારા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ ગૌતમભાઈ વામજાએ નાયબ કાર્યપાલક ઈજનેર સૌની યોજનાને રજૂઆત કરી જણાવ્યું છે કે ચોમાસાની મોસમ શરુ થઇ ગઈ છે મોરબીમાં મેઘરાજાની પધરામણી થતા અનેક વિસ્તારમાં વાવણી થઇ ગઈ છે ઘણા વિસ્તારમાં ખેડૂતોએ આગોતરૂ વાવેતર કરી ચુક્યા છે
હાલ વરસાદ સમયસર ના થતા ખેડૂતો કપરી સ્થિતિનો
સામનો કરી રહ્યા છે મોરબી જીલ્લામાં સૌની યોજના
મારફત ચેકડેમ, તળાવો અને સિંચાઈના પાણીની તાત્કાલિકવ્યવસ્થા કરી ખેડૂતોને પાણી આપવામાં આવે તેવી માંગ કરી છે
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com