25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

કોરોના પછી કેનેડામાં ફેલાયેલી મગજની રહસ્યમય બીમારી શું છે ?

કોરોના મહામારી પછી ભારતમાં જેમ બ્લેક ફંગશે માઝા મુકી તેમ કેનેડામાં મગજની કોઇ રહસ્યમયી બીમારી વધતી જાય છે.મીડિયા અહેવાલ અનુસાર કેનેડા દેશના એક જ પ્રાંતમાં ૪૮ લોકો રહસ્યમયી બ્રેન સિંડ્રોમનો શિકાર બનતા હોસ્પિટલમાં ભર્તી કરવામાં આવ્યા હતા. ન્યૂયોર્ક ટાઇમ્સમાં પ્રકાશિત માહિતી મુજબ આ બ

કોરોના, ન્યૂરો લોજિકલ બ્રેન સિડ્રોમ , કોવિડ-૧૯ વેકિસન, જીનેટિક બીમારી
૯ એપ્રિલથી અત્યાર સુધી ૪૮ લોકો ભોગ બન્યા તેમાંથી ૬ ના મુત્યુ.એટલાન્ટિક કંઠે આવેલા ન્યૂ બુ્રંસવિંક પ્રાંતમાં બીમારી જોવા મળી.
કોરોના મહામારી પછી ભારતમાં જેમ બ્લેક ફંગશે માઝા મુકી તેમ કેનેડામાં મગજની કોઇ રહસ્યમયી બીમારી વધતી જાય છે.મીડિયા અહેવાલ અનુસાર કેનેડા દેશના એક જ પ્રાંતમાં ૪૮ લોકો રહસ્યમયી બ્રેન સિંડ્રોમનો શિકાર બનતા હોસ્પિટલમાં ભર્તી કરવામાં આવ્યા હતા. ન્યૂયોર્ક ટાઇમ્સમાં પ્રકાશિત માહિતી મુજબ આ બેદી બીમારીથી પીડિત લોકો કેનેડાના એટલાન્ટિક કંઠે આવેલા ન્યૂ બુ્રંસવિંક પ્રાંતના રહેવાસીઓ છે. મિસ્ટીરિયસ બ્રેન સિંડ્રોમથી પીડાતા લોકોમાં અનિદ્રા, અંગોમાં શિથિલતા અને ભ્રમ જેવી સ્થિતિ જોવા મળી હતી. આ પ્રકારનો બ્રેન સિન્ડ્રોમ પ્રથમવાર ૨૦૧૫માં જોવા મળ્યો હતો. એ સમયે ડો એલિયર મારેરોના ધ્યાનમાં એક દર્દી આવ્યો હતો. ૨૯ એપ્રિલથી અત્યાર સુધી ૪૮ લોકો ભોગ બન્યા તેમાંથી ૬ ના મુત્યુ થયા છે. જો કે મુત્યુનું કારણ બ્રેન સિન્ડ્રોમ જ છે તેની ખાતરી કરવા માટે વધુ સંશોધનો પર ભાર મુકવાની જરુરીયાત છે. આ સિન્ડ્રોમનો ખુલાસો ન્યૂ બ્રંસવિકના મુખ્ય ચિકિત્સા અધિકારીએ બે મહિના પહેલા એક પ્રેસ કોન્ફરન્સમાં કરી હતી. મિસ્ટીરિયસ બ્રેન સિંડ્રોમે કેનેડાની હેલ્થ એજન્સીઓને ટેન્શનમાં નાખી દીધી છે

એટલું જ નહી ન્યૂરોલોજીસ્ટ ક્ષેત્રના સંશોધકો અને તબીબોનું ધ્યાન ખેંચાયું છે. આ બીમારી ફેલાવાનું બહાર આવતા ન્યૂ બ્રંસવિકના રહેવાસીઓમાં ડર ઉભો થયો છે. કેટલાક તબીબોએ આ બીમારી મોબાઇલ ફોન ટાવરોના રેડિએશનથી ફેલાતી હોવાનું કહયું છે તો કેટલાક નિષ્ણાતો કોવિડ-૧૯ વેકિસનની સાઇડ ઇફેકટ પણ સમજે છે. એક શકયતા એવી વ્યકત થઇ છે કે આ સિન્ડ્રોમ પ્રિયોન ડિસિઝને મળતો આવે છે જે પ્રોટિન સંક્રામક કણોના કારણે થતા ન્યૂરો ડીજેનેરેટિવ રોગોનો સમૂહ છે. શરુઆતના આંકડા પર નજર કરતા આ કોઇ જીનેટિક બીમારી નથી અને હવા પાણી કે ખોરાક સાથે પણ લિંક ધરાવતો નથી. હેલ્થ એકસપર્ટનું માનવું છે કે આ બીમારી મહિલા અને પુરુષો બંનેમાં સમાન રીતે થાય છે. તપાસમાં એક નવો ખુલાસો એવો થયો છે કે કુતરાઓને મારવાથી તેના સાઇનો બેકટેરિયા પેદા થાય છે તેના લીધે જ ન્યૂરો લોજિકલ બ્રેન સિડ્રોમ થઇ રહયો છે. આમ હાલમાં કેનેડામાં આ બીમારીના નિદાન માટે જુદા જુદા મેડિકલ રસ્તાઓ અપનાવવામાં આવી રહયા છે.

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments