ગોધરા સાયબર ક્રાઇમ પોલીસે KYCના અપડેટ કરવાના નામે ઠગાઈ કરનારા ઝારખંડના ઇસમને ભરૂચથી ઝડપી પાડ્યો.
પંચમહાલ જીલ્લાની સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા દેશ અને રાજ્યના નાગરિકોને કેવાયસી અપડેટ કરવાના બહાને એટીએમ કાર્ડ નંબર તથા ઓટીપી મેળવીને ભોગ બનનારની જાણ બહાર તેમના બેંક એકાઉન્ટમાંથી નાણા ઓનલાઈન ટ્રાન્સફર કરીને છેતરપીંડી કરનારી ઝારખંડની ત્રિપૂટીગેંગ પૈકીનો એક ઈસમને ભરૂચથી ઝડપી પાડàª
પંચમહાલ જીલ્લાની સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા દેશ અને રાજ્યના નાગરિકોને કેવાયસી અપડેટ કરવાના બહાને એટીએમ કાર્ડ નંબર તથા ઓટીપી મેળવીને ભોગ બનનારની જાણ બહાર તેમના બેંક એકાઉન્ટમાંથી નાણા ઓનલાઈન ટ્રાન્સફર કરીને છેતરપીંડી કરનારી ઝારખંડની ત્રિપૂટીગેંગ પૈકીનો એક ઈસમને ભરૂચથી ઝડપી પાડવામા આવ્યો છે.
મળતી વિગતો અનુસાર દાહોદ જીલ્લાના લીમખેડા પોલીસ સ્ટેશનમાં નોધાયેલા એક ઓનલાઈન છેતરપીંડીની ફરિયાદ નોધાવામા આવી હતી.
જેમા ફરિયાદીને ફોન કરીને કેવાયસી અપડેટ કરવાના બહાને બેંકમાથી મેનેજર બોલુ છુ. તેમ કહીને ફરિયાદી પાસેથી એટીએમ કાર્ડના છેલ્લા આંકડા તથા ઓટીપી મેળવીને અલગઅલગ ખાતામા ઓનલાઈન દોઢ લાખ રુપિયા ટ્રાન્સફર કર્યા હતા.જે નાણા ઝારંખંડથી વિડ્રોલ થયા હતા.પોલીસ દ્વારા ટેકનીકલ માહીતી સહીત તપાસ કરવામા આવતા નિરંજન રાજેન્દ્ર મંડલના ખાતામાં નાણા ટ્રાસ્ફર થયા હતા પોલીસે તે ઈસમ ભરૂચ ખાતે કોઈ કંપનીમા કામ કરતો હોવાની હકીકતના આધારે પોલીસ ટીમ ત્યા જઈ પુછપરછ કરતા તેના મિત્ર નીરજ વકીલ મંડલ રહે જંરમુડી જી ઝુમકા તેમજ નદલાલ વાસુદેવ મંડલનાઓએ મળીને ગુનો આચરેલ હોવાની વિગતો બહાર આવી હતી.આરોપીને લીમખેડા પોલીસ મથક ખાતે સુપરત કરવામા આવ્યો હતો.
હાલ બે આરોપીઓ આ મામલામાં વોન્ડેટ છે.
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com