25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

દિન વિશેષ: વિશ્વ સ્તનપાન સપ્તાહ

અત્યારે વિશ્વભરમાં ''વલ્ડ બ્રેસ્ટ ફીડીંગ વીક'' એટલે કે ''વિશ્વ સ્તનપાન સપ્તાહ'' ની ઉજવણી ચાલી રહી છે. વલ્ડ એલાયંસીસ ફોર બ્રેસ્ટ ફીડીંગ એક્શન કે જે WABA તરીકે પણ ઓળખાય છે તેના દ્વારા દર વર્ષે ઓગસ્ટ મહિનાના પ્રથમ અઠવાડીયામાં એટલે કે 1 થી 7 ઓગસ્ટ દરમિયાન ''વિશ્વ સ્તનપાન સપ્તાહ''ની ઉજવણી થાય છે. ભાર

worldbreastfeedingweek, WABA, Healthybaby, Breastfeeding

અત્યારે વિશ્વભરમાં ''વલ્ડ બ્રેસ્ટ ફીડીંગ વીક'' એટલે કે ''વિશ્વ સ્તનપાન સપ્તાહ'' ની ઉજવણી ચાલી રહી છે. વલ્ડ એલાયંસીસ ફોર બ્રેસ્ટ ફીડીંગ એક્શન કે જે WABA તરીકે પણ ઓળખાય છે તેના દ્વારા દર વર્ષે ઓગસ્ટ મહિનાના પ્રથમ અઠવાડીયામાં એટલે કે 1 થી 7 ઓગસ્ટ દરમિયાન ''વિશ્વ સ્તનપાન સપ્તાહ''ની ઉજવણી થાય છે. ભારતમાં પણ તેના માટે વિવિધ સ્તરે સંબંધિત વિભાગો દ્વારા પ્રચાર-પ્રસાર અને જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. મહિલાઓને નવજાત બાળકોના સ્વસ્થ ઉછેર માટે સ્તનપાનની અગત્યતા અને ફાયદાઓથી માહિતગાર કરવાના હેતુ સાથે આ સપ્તાહ મનાવાય છે. 

આ વર્ષની થીમ Protect breastfeeding: a shared responsibility રાખવામાં આવી છે. સ્તનપાન બધાના અસ્તિત્વ, આરોગ્ય અને સુખાકારીમાં કેવી રીતે ફાળો આપે છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરતી આ થીમ છે. આજની દુનિયાના તમામ માતા-પિતાને સામેલ કરવા માટે આ સ્લોગન પસંદ કરાયું છે. સ્તનપાન એ માતાનો વિશેષાધિકાર છે પરંતુ જ્યારે તેને બાળકના પિતા, વાલીઓ, પરિવાર, કામકાજના સ્થળ અને સમુદાયનો સપોર્ટ મળે છે ત્યારે સ્તનપાન કરાવતી માતાઓની સંખ્યામાં વધારો થાય છે. 


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments