25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

ગોધરા:-ખેડૂત સાથે પ્રોસેસ ફીના નામે ૬,૪૫,૦૦૦ લાખની છેતરપીંડી કરનારી ઠગ ટોળકી દિલ્લીથી સાયબર ક્રાઈમ પોલીસના હાથે ઝડપાઈ.

મહિસાગર જીલ્લાના ખેડૂતને મોબાઈલ પર સંપર્ક કરીને ખેતરમાં જીઓ ટાવર ઉભો કરીને વધારે ભાડુ આપવાની લાલચ આપીને પ્રોસેસ ફીના નામે અલગ અલગ બેંક એકાઉન્ટ ખાતામાં પૈસા ટ્રાન્સફર કરાવીને છેતરપીંડી આચરનારા  ઇસમોને ગોધરા સાયબર ક્રાઇમ પોલીસની ટીમે  દિલ્લી ખાતેથી ઝડપી પાડ્યા છે.પોલીસે આરોપીઓને ગ

મહિસાગર જીલ્લાના ખેડૂતને મોબાઈલ પર સંપર્ક કરીને ખેતરમાં જીઓ ટાવર ઉભો કરીને વધારે ભાડુ આપવાની લાલચ આપીને પ્રોસેસ ફીના નામે અલગ અલગ બેંક એકાઉન્ટ ખાતામાં પૈસા ટ્રાન્સફર કરાવીને છેતરપીંડી આચરનારા  ઇસમોને ગોધરા સાયબર ક્રાઇમ પોલીસની ટીમે  દિલ્લી ખાતેથી ઝડપી પાડ્યા છે.પોલીસે આરોપીઓને ગોધરા ખાતે લાવીને જરૂરી કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ મેળવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો  અનૂસાર મહિસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના  નવા ચારણ ગામના વિમલકૂમાર પટેલને જીઓ કંપનીમાથી બોલૂ છુ તેમ કહીને અજાણ્યા ઇસમે  ફોન કરીને વોટસએપ ઉપર જરૂરી ડોક્યુમેન્ટ મંગાવીને ખેતરમા જીઓ ટાવર ઉભો કરીને વધૂ ભાડાની લાલચ આપી હતી.અને પ્રોસેસિંગ ફીના નામે ઓનલાઇન ટ્રાન્સફર તેમજ અન્ય બેંક ખાતાઓમાં ૬,૪૫,૦૦૦ રૂપિયા ટ્રાન્સફર કરાવીને છેતરપીંડી હાથ ધરી હતી.આ મામલે સાયબર પોલીસ મથક ગોધરા ખાતે ફરિયાદ નોંધાઈ હતી.જેના આધારે પીઆઈ જે.એન.પરમાર તેમજ તેમની ટીમ દ્વારા મોબાઇલ નંબરો તેમજ બેંક ખાતાની ડીટેલ હાથ ધરવામા આવી હતી.

જેની ઝીણવટ પૂર્વક તપાસમાં  આરોપીઓ દિલ્લીમા રહેતા હોવાની વિગતો બહાર આવી હતી.સાયબર ક્રાઇમ પોલીસની ટીમ દિલ્લી ખાતે જઇને ગુનામા સંડોવાયેલા આરોપીઓ (૧) વિક્રમસિંહ યાદવ (૨) સચિન શર્મા,(૩)શાહિલ વિરેન્દર(૪) નીતેશ બલજીત (૫) રાહૂલ બલજીતને  દિલ્લીથી ઝડપી પાડ્યા હતા.જેમની પાસેથી ૬નંગ મોબાઈલ સહિતનો૧૯૦૦૦ રૂપીયાનો મૂદ્દામાલ જપ્ત કર્યો હતો.આરોપીઓએ આવા ગુના પહેલા કર્યા છે ? અન્ય કોણ કોણ સંડોવાયેલા છે.?તે બાબતે તપાસનો દોર શરૂ કરવામા આવ્યો છે.

અન્ય આરોપીઓ નિશા બલરામ,રાકેશ મહેલોરિયા,ગૌરવ મહેરોલિયા અને તેની પત્નીને વોન્ટેડ જાહેર કરવામા આવ્યા છે.આ તપાસમા દામાવાવ પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ પણ ઉકેલાયો છે.હાલ આ મામલે હતો.આરોપીઓને દિલ્લીથી ગોધરા ખાતે લાવીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવીને જરૂરી તપાસ હાથ ધરી છે.સાયબર ક્રાઇમ પોલીસ મથકના પીઆઈ જે.એન.પરમાર.તેમજ ડી.જે.પટેલ પીએસઆઈ અન્ય કર્મચારીઓ મહેન્દ્રભાઈ માછી,રાહૂલભાઈ,અનિલભાઈ,ભરતકુમાર,લીનાબેન
સહિતની ટીમે પ્રશંશનીય કામગીરી બજાવી હતી.


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments