25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

'લવ જેહાદ' ના કાયદા પર હાઈકોર્ટનું કડક વલણ, આ કલમોને નકારવામાં આવી

ગુજરાત સરકાર દ્વારા અમલ મુકવામાં આવી રહેલા ‘લવ જેહાદ’ના કાયદાને લઈને મહત્વની જાણકારી મળી આવી છે. તેમાં ‘લવ જેહાદ’ કાયદા મુદ્દે ગુજરાત હાઈકોર્ટ દ્વારા અમુક કલમોના અમલીકરણ માટે મનાઈ ફરમાવવામાં આવી છે.ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવેલ અવલોકનમાં જણાવવામાં આવ્યું છે કે, લોભ-લાલચ પુર

High Court, High Court news, Love Jihad Act, love jihad, gujarat
ગુજરાત સરકાર દ્વારા અમલ મુકવામાં આવી રહેલા લવ જેહાદના કાયદાને લઈને મહત્વની જાણકારી મળી આવી છે. તેમાં લવ જેહાદકાયદા મુદ્દે ગુજરાત હાઈકોર્ટ દ્વારા અમુક કલમોના અમલીકરણ માટે મનાઈ ફરમાવવામાં આવી છે.


ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવેલ અવલોકનમાં જણાવવામાં આવ્યું છે કે, લોભ-લાલચ પુરવાર કર્યા વગર FIR દાખલ કરાશે નહીં. તેના સિવાય કલમ 3,4,5 અને 6 ના સુધારા અંગે મનાઈ કરવામાં આવી છે. હાઈકોર્ટ દ્વારા આંતરધર્મીય લગ્નના આધારે FIR દાખલ કરવાની મનાઈ ફરમાવી છે.

 

જ્યારે રાજ્યમાં 15 જૂનના ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય બિલ-2021 ને ‘લવ જેહાદ’ વિરોધી કાયદો પણ ગણાય છે. તેની સાથે અમલીકરણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ કાયદાને રાજ્યમાં લાગૂ કરવા પાછળ કારણ તેમાં કોઈ પણ લાલચ, બળજબરી કે કોઈ પણ પ્રકારની હિંસા કરીને કોઈનું ધર્મ પરિવર્તન કરાવવામાં ના આવે. ગુજરાત વિધાનસભામાં ‘લવ જેહાદ’ કાયદો ભારે હોબાળા વચ્ચે પાસ કરાવી દેવામાં આવ્યું હતું.

આ સિવાય જો કોઈ વ્યક્તિ દ્વારા આ કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવશે તો તેની સામે 5 વર્ષ સુધી સજા અને રૂ.2 લાખ સુધીના દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે. જયારે સગીર સાથેના ગુનામાં 7 વર્ષ સુધી સજા અને રૂ.3 લાખ દંડ ફટકારાશે. વધુમાં અનૂસૂચિત જાતિ, જનજાતિની સ્ત્રી સાથેના ગુનામાં 7 વર્ષની સજા નક્કી કરાઈ છે. 

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments