25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

જેતપુરમાં ઘટી કરુણ ઘટના : બાઈક-એક્ટિવા વચ્ચે થયેલ અકસ્માતમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલનું મોત

રાજકોટના જેતપુરથી અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. રાજકોટના જેતપુર તાલુકામાં રક્ષાબંધનના દિવસે બાઈક અને એક્ટિવા વચ્ચે ગંભીર અકસ્માત થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. જેમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલનું મોત થયું હોવાનું જાણકારી સામે આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, જેતપુર તાલુકાના અમરાપર ગા

Tragic incident, incident , Jetpur, Woman police , bike-Activa accident
રાજકોટના જેતપુરથી અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. રાજકોટના જેતપુર તાલુકામાં રક્ષાબંધનના દિવસે બાઈક અને એક્ટિવા વચ્ચે ગંભીર અકસ્માત થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. જેમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલનું મોત થયું હોવાનું જાણકારી સામે આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, જેતપુર તાલુકાના અમરાપર ગામના વતની અને જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરક બજાવનાર હર્ષિતાબેન અજાણા રક્ષાબંધન હોવાના કારણે ભાઈને રાખડી બાંધીને ફરજ પર જઈ રહ્યા હતા. તે દરમિયાન અકસ્માત નડતા આ કરૂણ ઘટના બની હતી. 

પ્રાપ્ત માહિતી મુજબ, અમરાપરથી જેતપુર એક્ટિવા પર ફરજ પર જઈ રહેલા હર્ષિતાબેનને સામેથી આવી રહેલા બાઈક સવાર દ્વારા ટક્કર મારવામાં આવી હતી. જેમાં તે રોડ પર ગંભીર રીતે અથળાતા ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. જેના કારણે તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવતા તાત્કાલિક સારવાર શરુ કરાઈ હતી. તેમ છતાં બપોર બાદ તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જેના કારણે પરિવાર અને જેતપુર પોલીસમાં શોકનું માહોલ ઉભું થઈ ગયું હતું. 

જ્યારે મીડિયા રિપોર્ટ અનુસાર, ભાવનગરમાં પણ આવી જ એક ઘટના સામે આવી હતી. જેમાં ભાઈને રાખડી બાંધીને પરત ફરી રહેલી બહેનનું અકસ્માતમાં મોત થયું હતું. રક્ષાબંધનના દિવસે જ બહેનનું મોત થતાં પરિવારમાં ખુશીઓ શોકમય બની ગઈ હતી. આ અગાઉ ઉપલેટામાં પણ આવી જ એક ઘટના સામે આવી હતી. જેમાં બાંટવામાં રહેનારી મહિલા પોતાના ભાઈને રાખડી બાંધવા માટે 5 વર્ષની બાળકીને લઈને ઉપલેટા જઈ રહી હતી. તે દરમિયાન ભાઇ-બહેન અને ભાણેજને મુકવા માટે બાઈક પર જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત નડતા બાળકીનું મોત નીપજ્યું હતું, જ્યારે ભાઈ-બહેનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments