25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

‘કંચના ૩’ ફેમ અભિનેત્રી એલેક્ઝાન્ડ્રા જાવીનું મોત, રસોડામાં પંખા સાથે લટકતી હાલતમાં મળી આવી

રાઘવ લોરેન્સની સાઉથ ઈન્ડિયન ફિલ્મ 'કંચના 3' માં જોવા મળેલી રશિયન અભિનેત્રી એલેક્ઝાન્ડ્રા ગોવાના એક એપાર્ટમેન્ટમાંથી મૃત હાલતમાં મળી આવતા હાહાકાર સર્જાયો છે. તાજેતરની એક રિપોર્ટ્સ મુજબ જાણવા મળ્યું છે કે, જેમાં મોડેલ અને અભિનેત્રી એલેક્ઝાન્ડ્રા દાજવી ગોવાના એક એપાર્ટમેન્ટમાં ભાડે

Kanchana 3 Actress Alexandra Djavi, Alexandra Djavi, Alexandra Djavi died, goa
રાઘવ લોરેન્સની સાઉથ ઈન્ડિયન ફિલ્મ 'કંચના 3' માં જોવા મળેલી રશિયન અભિનેત્રી એલેક્ઝાન્ડ્રા ગોવાના એક એપાર્ટમેન્ટમાંથી મૃત હાલતમાં મળી આવતા હાહાકાર સર્જાયો છે. તાજેતરની એક રિપોર્ટ્સ મુજબ જાણવા મળ્યું છે કે, જેમાં મોડેલ અને અભિનેત્રી એલેક્ઝાન્ડ્રા દાજવી ગોવાના એક એપાર્ટમેન્ટમાં ભાડે રહેતી હતી, ત્યાં તે મૃત હાલતમાં મળી આવતા હાહાકાર સર્જાયો છે. 

પોલીસ દ્વારા એવી પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, અભિનેત્રી એલેક્ઝાન્ડ્રા દ્વારા આત્મહત્યા કરવામાં આવી હશે. તેના ઓટોપ્સી એટલે કે શબ પરીક્ષણ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. અભિનેત્રી એલેક્ઝાન્ડ્રા રશિયન હોવાથી ગોવા પોલીસ દ્વારા રશિયન એમ્બેસીને પત્ર લખીને એક પ્રતિનિધિની નિમણૂકતા કરવાનું કહેવામાં આવ્યું છે કે, જેથી અભિનેત્રીની મેડિકલ-કાયદાકીય પ્રક્રિયા પૂરી કરી શકવામાં આવે. રશિયન કોન્સ્યુલેટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, અભિનેત્રીના પરિવારની સમંતિ બાદ તરત જ તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.

રશિયન મોડેલ એલેક્ઝાન્ડ્રા દ્વારા તમિલ ફિલ્મ 'કંચના 3' થી એક્ટિંગ કારકિર્દીના શરૂઆત કરવામાં આવી હતી. એલેક્ઝાન્ડ્રા ગોવામાં ભાડાના મકાનમાં રહેતી હતી. 2019 માં એલેક્ઝાન્ડ્રા દ્વારા ચેન્નઈમાં રહેલ ફોટોગ્રાફર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. એલેક્ઝાન્ડ્રા દ્વારા પોલીસ ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે, ફોટોશૂટ બાદ ફોટોગ્રાફર તેની સાથે સૂવાનું કહેવામાં આવ્યું હતું. તેણે ના પાડી તો ફોટોગ્રાફર દ્વારા તેને બ્લેકમેઈલ કરીને ધમકી આપવામાં આવી હતી. જ્યારે સાઉથ-બોલિવૂડ ડિરેક્ટર રાઘવ લોરેન્સની ફિલ્મ 'કંચના 3' માં ચાર હીરોઇન દેખાઈ હતી. આ ફિલ્મમાં ઓવિયા, વેધિકા તથા નિકી તંબોલી હતી. આ સિવાય ચોથી અભિનેત્રી એલેક્ઝાન્ડ્રા પણ રહેલી હતી.

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments