25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

ખુશ ખબર : ગુજરાતમાં કોરોનાના માત્ર 17 કેસ નોંધાયા, રાજ્યનો રિકવરી રેટ 98.76 ટકા પહોંચ્યો

ગુજરાતમાં હવે કોરોના વાયરસનો કહેર હવે ઓછો થઈ રહ્યો છે. જ્યારે દૈનિક કેસની સંખ્યા 20 થી નીચે જોવા મળી રહી છે. જ્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19 ના 17 નવા કેસ સામે આવ્યા છે અને 17 દર્દીઓ સાજા પણ થયા છે. કોરોનાના કારણે રાજ્યમાં એક દર્દીનું મોત પણ નીપજ્યું છે. કોરોનાનો કહેર ધીમો પડતા જ હવે ર

Gujarat, Gujarat news, corona, coronanews, 17 cases, coronacase
ગુજરાતમાં હવે કોરોના વાયરસનો કહેર હવે ઓછો થઈ રહ્યો છે. જ્યારે દૈનિક કેસની સંખ્યા 20 થી નીચે જોવા મળી રહી છે. જ્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19 ના 17 નવા કેસ સામે આવ્યા છે અને 17 દર્દીઓ સાજા પણ થયા છે. કોરોનાના કારણે રાજ્યમાં એક દર્દીનું મોત પણ નીપજ્યું છે. કોરોનાનો કહેર ધીમો પડતા જ હવે રાજ્યમાં ધંધા-રોજગારના પણ વળતા પાણી જોવા મળ્યા છે. 

તેની સાથે રાજ્યનો રિકવરી રેટ 98.76 ટકા પહોંચ્યો છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા પણ હવે 160 ની નીચે આવી ગઈ છે. અત્યારે 159 એક્ટિવ કેસ રહેલા છે જેમાંથી 5 દર્દીઓ વેન્ટિલેટર પર રહેલા છે. અત્યાર સુધી 8,15,108 દર્દીઓએ કોરોના સામે જંગ જીતી છે. જ્યારે 10,080 લોકોના મોત નીપજ્યા છે.

જ્યારે અમદાવાદ અને સુરત જેવા મોટા શહેરોમાં પણ કોરોનાની કેસની સંખ્યા હવે ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 5 કેસ દાહોદમાંથી સામે આવ્યા છે. જ્યારે સુરત જિલ્લામાં 4 કેસ સામે આવ્યા છે. આ સિવાય અમદાવાદ શહેર, સુરત શહેર અને વડોદરા શહેરમાં 2-2 કેસ તથા ગાંધીનગર શહેર અને કચ્છમાં 1-1 કેસ સામે આવ્યા છે.

કોરોના સામેના જંગ સાથે રાજ્યમાં રસીકરણ પણ ખુબ જ ઝડપથી ચલાવવામાં આવી રહ્યું છે. રાજ્યમાં એક જ દિવસમાં 3,46,880 લોકોને કોરોના વેક્સીન અપાઈ રહી છે. જ્યારે ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 4,39,78,413 લોકો દ્વારા વેક્સીન લેવામાં આવી ચુકી છે.

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments