25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

કોલકાતા નાઈટ રાઈડર્સે પેટ કમિન્સની જગ્યાએ ન્યુઝીલેન્ડના દિગ્ગજ બોલરને કર્યા સામેલ

કોલકાતા નાઈટ રાઈડર્સે ન્યુઝીલેન્ડના ઝડપી બોલર ટિમ સાઉથીને આઈપીએલ ૨૦૨૧ ની ટોપ મેચ માટે પોતાની સાથે જોડ્યા છે. ટિમ સાઉથીમાં પેટ કમિન્સના વિકલ્પ રૂપમાં સામેલ થશે. પેટ ક્મીન્સે યુએઈ સત્રમાં ભાગ લેવાનો ઇનકાર કરી દીધો હતો. વાસ્તવમાં, પેટ કમિન્સ પોતાની પત્નીની સાથે રહેવા માંગે છે, જેમને તાજ

Kolkata Knight Riders, KKR, Pat Cummins, New Zealand bowler, New Zealand, sports cricket, cricket , cricket news, Tim Southee
કોલકાતા નાઈટ રાઈડર્સે ન્યુઝીલેન્ડના ઝડપી બોલર ટિમ સાઉથીને આઈપીએલ ૨૦૨૧ ની ટોપ મેચ માટે પોતાની સાથે જોડ્યા છે. ટિમ સાઉથીમાં પેટ કમિન્સના વિકલ્પ રૂપમાં સામેલ થશે. પેટ ક્મીન્સે યુએઈ સત્રમાં ભાગ લેવાનો ઇનકાર કરી દીધો હતો. વાસ્તવમાં, પેટ કમિન્સ પોતાની પત્નીની સાથે રહેવા માંગે છે, જેમને તાજેતરમાં પોતાની પ્રેગનેન્સીની જાહેરાત કરી હતી.

ટિમ સાઉથીના આઈપીએલ કરારનો અર્થ છે કે, તે બાંગ્લાદેશ અને પાકિસ્તાન પ્રવાસ પર જશે નહીં, જ્યાં ન્યુઝીલેન્ડને કેટલીક મર્યાદિત ઓવરની મેચ રમવાની છે.

૩૩ વર્ષના ટિમ સાઉથીએ આ અગાઉ આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, મુંબઈ ઇન્ડિયન્સ, ચેન્નાઈ સુપરકિંગ્સ અને રાજસ્થાન રોયલ્સનું પ્રતિનિધિત્વ કર્યું છે.

તેમ છતાં, આઈપીએલમાં ટિમ સાઉથીનું પ્રદર્શન સાધારણ રહ્યું છે. ન્યુઝીલેન્ડ ક્રિકેટરે ૪૦ મેચમાં ૨૮ વિકેટ લીધી છે. આ દરમિયાન તેમનો ઈકોનોમી રેટ ૮.૭૪ નો હતો. ૨૦૧૯ સત્ર બાદ ટિમ સાઉથીને આઈપીએલમાં રમવાની તક મળી નહોતી. તે સીઝનમાં તેમને પ્રતિ ઓવરમાં ૧૩ રન બનાવ્યા હતા. 
 
ટિમ સાઉથીને જોડ્યા બાદ બે વખતની આઈપીએલ ચેમ્પિયન કેકેઆરને આશા હશે કે યુએઈમાં તે પ્લેઓફમાં જગ્યા નક્કી કરી શકે. કોલકાતા નાઈટરાઈડર્સની ટીમ આ સમયે સાતમાં સ્થાન પર છે. તેમને સાતમાંથી બે જ મેચ જીતેલી છે. 

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments